ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''કપડાં ઉતારો, જોવું છે કે...'', ક્રિકેટરનો શોકિંગ દાવો, ઘટનાક્રમ હડકંપ મચાવતો
Last Updated: 06:53 PM, 8 August 2026
ADVERTISEMENT
અનાયા બાંગરે જણાવ્યું કે, જ્યારે તેણે પોતાની સેક્સુઅલિટી વિશે ખુલાસો કર્યો ત્યારે લોકો ચોંકી ગયા હતા. તેને એકલતા અનુભવવા લાગી. લોકો અવારનવાર તેની સાથે વિચિત્ર વર્તન કરતા હતા.
ADVERTISEMENT
એક વાતચીતમાં અનયાએ એક ઘટના વિશે જણાવ્યું કે, જેમાં એક પાર્ટી દરમિયાન, એક મોટી ઉંમરના પુરુષે નીચે ઝૂકીને તેના શરીરના નીચલા ભાગને જોવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી તે સ્તબ્ધ થઈ ગઈ હતી. અન્ય એક પ્રસંગે, એક મિત્રએ સત્ય જાણવાના પ્રયાસરૂપે તેના ગુપ્તાંગને સ્પર્શ કર્યો હતો. અનયાએ વર્ણન કર્યું કે, તે સમયે તે સંકોચ અનુભવી રહી હતી અને તેનું મન તથા હૃદય વિરોધી દિશાઓમાં ખેંચાઈ રહ્યા હતા.
અનાયાએ એક ચોંકાવનારી ઘટના વિશે પણ જણાવ્યું, જેનાથી તે ખૂબ જ વ્યથિત થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે 'ટ્રાન્સ બિલ'ને કારણે તેણે તેના ડોક્યુમેન્ટ અપડેટ કરાવવાના હતા, જેના માટે સરકારી હોસ્પિટલ જવું જરૂરી હતું. તેણે કહ્યું, "મેં કરાવેલી સર્જરીને લગતા તમામ ડોક્યુમેન્ટ મારી પાસે છે. હું એક સરકારી હોસ્પિટલમાં ગઈ હતી જ્યાં છ પુરુષ અને ત્રણ મહિલા ડોક્ટરોની બનેલી એક પેનલ બેઠી હતી; તેમણે તે વિગતો પ્રમાણિત કરવાની હતી."પણ તેમણે મને કહ્યું કે, મારે મારા બધાં કપડાં ઉતારીને તેમને બધું જ બતાવવું પડશે એ સાબિત કરવા માટે કે હું ખરેખર સ્ત્રી છું કે નહીં, અને મેં ખરેખર સર્જરી કરાવી છે કે નહીં.
ADVERTISEMENT
જેમ જેમ અનયાએ પોતાની આપવીતી વર્ણવી, તેમ તેમ તેની આંખો ભરાઈ આવી અને તેણે કહ્યું, " ગાયનેકોલોજિસ્ટ્સ કેવી રીતે તપાસ કરે છે તે વિશે તમને ખ્યાલ જ હશે. તેમણે બધાની હાજરીમાં જ મારી તપાસ કરી. મેં સ્પષ્ટ કહ્યું હતું કે હું પુરુષ ડોક્ટરોની હાજરી નથી ઈચ્છતી, પરંતુ તેમણે આગ્રહ રાખ્યો કે ચકાસણી માટે તે જરૂરી હતું."
અનાયાએ જણાવ્યું કે, પછી તેણે આ અનુભવ વિશે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, ત્યારે તેને સમજાયું કે તેની સાથે જે કરવામાં આવ્યું હતું તે ગેરકાયદેસર હતું. અત્યારે પણ તેના તમામ દસ્તાવેજોમાં તેનો જૂનો ફોટો અને જૂનું નામ જ છે. જ્યારે પણ તે ક્યાંય જાય છે, ત્યારે લોકો તેને શંકાની નજરે જુએ છે અને પૂછે છે, "તમે કોણ છો?"
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Get Set Go - લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ જોતા પહેલા આ વાંચી લેજો, કેવી છે એક્શન થ્રિલર ફિલ્મ?
પોતાનો ડર વ્યક્ત કરતા અનાયાએ કહ્યું કે, તેણે બહાર જવાનું બંધ કરી દીધું છે, કારણ કે જો તે બહાર જાય અને તેની સાથે કંઈક થઈ જાય, તો પરિસ્થિતિનું શું થશે? છેવટે, તેના દસ્તાવેજોમાં તેનું નામ હજુ પણ 'આર્યન બાંગર' તરીકે જ નોંધાયેલું છે. આ ડર તેના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT