બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / રેડ કાર્પેટ પર મહિલા ફેને કરી એવી હરકત, શર્મસાર થઈ અભિનેત્રી નિકિતા રાવત

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / રેડ કાર્પેટ પર મહિલા ફેને કરી એવી હરકત, શર્મસાર થઈ અભિનેત્રી નિકિતા રાવત

Last Updated: 08:28 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી નિકિતા રાવલ માટે શનિવાર, 8 ઓગસ્ટના રોજ યોજાયેલી એક ઈવેન્ટ આઘાતજનક બની હતી.

1/5

photoStories-logo

1. રેડ કાર્પેટ પર મહિલા ફેને કરી એવી હરકત, શર્મસાર થઈ અભિનેત્રી નિકિતા રાવત

બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી નિકિતા રાવલ માટે શનિવાર, 8 ઓગસ્ટના રોજ યોજાયેલી એક ઈવેન્ટ આઘાતજનક બની હતી. રેડ કાર્પેટ પર પોઝ આપી રહેલી નિકિતા રાવલ પાસે એક મહિલા ફેન આવી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ મુલાકાતે અચાનક એવો વળાંક લીધો કે એક્ટ્રેસ નિકિતા રાવલ અત્યંત શરમજનક અને અસ્વસ્થ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સેલ્ફી લેવાના બહાને નજીક આવીને કરી કિસ

રેડ કાર્પેટ પર નિકિતા રાવલને જોઈને એક મહિલા ફેન તેની પાસે પહોંચી હતી અને સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી. નિકિતાએ પણ ખુશીથી તેની સાથે પોઝ આપ્યો હતો. પરંતુ સેલ્ફી લીધા બાદ તુરંત જ મહિલા ફેને પહેલા નિકિતાના ગાલ (Cheek) પર કિસ કરી હતી અને ત્યારબાદ અચાનક તેને પોતાની તરફ ખેંચીને તેના હોઠ (Lips) પર કિસ કરી લીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નિકિતા રાવલ ચોંકી ગઈ

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ અચાનક થયેલા બનાવથી નિકિતા રાવલ ચોંકી ગઈ હતી. તેણે ફેનને પાછળ તરફ ધકેલવાનો અને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા ફેને તેને પકડી રાખી હતી અને સતત કિસ કરતી રહી હતી. આ ઘટનાથી નિકિતા અત્યંત અસ્વસ્થ અને અસહજ દેખાતી હતી. આખરે તે મહિલા ફેને નિકિતાને ફરી એકવાર ગાલ પર કિસ કરી અને ત્યાંથી ચાલી ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નિકિતા રાવલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

કેમેરામાં કેદ થયેલી આ સમગ્ર ઘટના બાદ નિકિતા રાવલ શૂન્યમનસ્ક થઈ ગઈ હતી અને પોતાની સાથે શું બન્યું તે સમજવાનો પ્રયત્ન કરી રહી હતી, જ્યારે કેમેરામેન સતત આ ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. આ મામલે અત્યાર સુધી નિકિતા રાવલ તરફથી કોઈ જાહેર નિવેદન કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. નિકિતા રાવલનું વર્કફ્રન્ટ

નિકિતા રાવલે હિન્દી અને દક્ષિણ ભારતીય સિનેમામાં કામ કર્યું છે. તેની મુખ્ય ફિલ્મોમાં અનિલ કપૂર અને શેફાલી શાહ સ્ટારર 'બ્લેક એન્ડ વ્હાઈટ' (Black & White), અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સ્ટારર 'ગરમ મસાલા' (Garam Masala) ઉપરાંત 'મિસ્ટર હોટ મિસ્ટર કુલ', 'ધ હીરો - અભિમન્યુ', 'અમ્મા કી બોલી' અને 'ક્યુટ કમીના' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ViralVideo NikitaRawal BollywoodNews
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ