ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સરકારી કર્મચારીઓના મેડિકલ બિલ માટે નવા નિયમો: ₹10 લાખથી વધુના બિલ CM મંજૂર કરશે, જાણો કોને કેટલી સત્તા?
Last Updated: 10:30 AM, 7 August 2026
ADVERTISEMENT
રાજ્યના 10 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળે તે માટે રાજ્ય સરકારે મેડિકલ ખર્ચની મંજૂરી સંબંધિત નાણાકીય સત્તામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આ નવી વ્યવસ્થાની જાહેરાત કરશે.
ADVERTISEMENT
નવી વ્યવસ્થા મુજબ હવે વિવિધ સ્તરે મેડિકલ બિલ મંજૂર કરવાની સત્તા સોંપવામાં આવી છે, જેના કારણે કર્મચારીઓને લાંબા સમય સુધી મંજૂરી માટે રાહ જોવી નહીં પડે અને પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
નવી સત્તા વહેંચણી મુજબ:
ADVERTISEMENT
₹25 હજાર સુધીના મેડિકલ બિલ કચેરીના વડા મંજૂર કરી શકશે.
₹1 લાખ સુધીના મેડિકલ ખર્ચને સંબંધિત ખાતાના વડા મંજૂરી આપી શકશે.
ADVERTISEMENT
₹3 લાખ સુધીના મેડિકલ બિલ સંબંધિત વહીવટી વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવશે.
₹5 લાખ સુધીના મેડિકલ બિલને આરોગ્ય મંત્રી મંજૂરી આપી શકશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના આ નિર્ણયથી મેડિકલ બિલની મંજૂરી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનવાની અપેક્ષા છે. ખાસ કરીને ગંભીર બીમારી અથવા તાત્કાલિક સારવાર બાદ બિલની મંજૂરીમાં થતા વિલંબમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે.
આ પણ વાંચોઃ બાંધકામ ક્ષેત્રના નિયમોમાં મોટો ફેરફાર! મકાનની ઊંચાઈ, ક્ષેત્રફળ-એફોર્ડેબલ હાઉસિંગ અંગે નવા નિયમો
ADVERTISEMENT
સરકારનો આ નિર્ણય કર્મચારી કલ્યાણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.