ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / બાંધકામ ક્ષેત્રના નિયમોમાં મોટો ફેરફાર! મકાનની ઊંચાઈ, ક્ષેત્રફળ-એફોર્ડેબલ હાઉસિંગ અંગે નવા નિયમો

Gujarat Building Rules / બાંધકામ ક્ષેત્રના નિયમોમાં મોટો ફેરફાર! મકાનની ઊંચાઈ, ક્ષેત્રફળ-એફોર્ડેબલ હાઉસિંગ અંગે નવા નિયમો

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 10:12 AM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરી વિકાસ વિભાગે બાંધકામ ક્ષેત્રના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો સાથે વિસ્તૃત નોટિફિકેશન જાહેર કર્યું. મકાનોની ઊંચાઈ, બાંધકામ ક્ષેત્રફળ, એફોર્ડેબલ હાઉસિંગ, સ્વતંત્ર ઓફિસ અને રહેણાંક મંજૂરી તેમજ પ્રી-સ્કૂલના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

રાજ્યના શહેરી વિસ્તારોમાં બાંધકામને વધુ સુવ્યવસ્થિત અને સમયાનુકૂળ બનાવવા માટે શહેરી વિકાસ વિભાગે મહત્વપૂર્ણ સુધારા સાથે વિસ્તૃત નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને અનુસરીને કરવામાં આવેલા આ ફેરફારોમાં મકાનોની ઊંચાઈ, બાંધકામનું ક્ષેત્રફળ (FSI/FAR સંબંધિત જોગવાઈઓ), એફોર્ડેબલ હાઉસિંગ તેમજ પ્રી-સ્કૂલ માટેના માપદંડોમાં સુધારા કરવામાં આવ્યા છે.

નવી જોગવાઈઓ મુજબ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં અગાઉની સરખામણીએ વધુ સંખ્યામાં રહેણાંક એકમોનું નિર્માણ શક્ય બનશે. સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને વધુ આવાસ ઉપલબ્ધ કરાવવાનો હોવાનું જણાવાયું છે.

નોટિફિકેશનમાં સ્વતંત્ર ઓફિસ તેમજ સ્વતંત્ર રહેણાંક મકાનો માટે મંજૂરી પ્રક્રિયા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર આવા બાંધકામ માટે નિર્ધારિત સત્તાધિકારી પાસેથી મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

આ ઉપરાંત પ્રી-સ્કૂલ શરૂ કરવા માટે મકાનના ક્ષેત્રફળ, ઊંચાઈ, સલામતી અને અન્ય માળખાકીય માપદંડોને લઈને પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેથી બાળકો માટે સુરક્ષિત અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત થઈ શકે.

આ પણ વાંચોઃ ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહેજો! ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ ઠેકાણે તો વીજળી સાથે વાવાઝોડું!

શહેરી વિકાસ વિભાગના જણાવ્યા મુજબ આ સુધારાઓનો મુખ્ય હેતુ શહેરોમાં આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન આપવાનો, મંજૂરી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને આવાસ ક્ષેત્રને વધુ ગતિ આપવાનો છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ બિલ્ડરો, ડેવલપરો, આર્કિટેક્ટ્સ તેમજ મિલકત ધારકોએ સુધારેલી જોગવાઈઓનું પાલન કરવું જરૂરી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Building Height Rules Urban Development Department Gujarat Construction Rules

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ