બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / હોટેલના રૂમમાં દુબઈની હસીના સાથે હતી આકાંક્ષા ચમોલા: બંનેને સાથે જોઈ વેઈટર ચોંકી ગયો
5 ફોટો ગેલેરી
Last Updated: 04:46 PM, 9 August 2026
1/5
રિયાલિટી શો ‘લોકઅપ 2’ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ પામેલા સેરેના અને આકાંક્ષા ચમોલા વચ્ચેના રોમાન્સ અને રિલેશનશિપની ચર્ચાઓ હજુ પણ ચાલી રહી છે. શો દરમિયાન આકાંક્ષાએ પામેલાને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવી હતી. શો પૂરો થયા પછી પણ પામેલાએ ઈશારા-ઈશારામાં આકાંક્ષા સાથેના પોતાના ખાસ સંબંધોની પુષ્ટિ કરી છે અને મુંબઈની એક હોટેલનો આશ્ચર્યજનક કિસ્સો શેર કર્યો છે.
2/5
સિદ્ધાર્થ કનનના પોડકાસ્ટમાં પામેલાએ ખુલાસો કર્યો હતો કે મુંબઈમાં શૂટિંગ પૂરું કર્યા પછી તેઓ બંને એક હોટેલમાં રોકાયા હતા. તેમણે રૂમમાં ખાવાનો ઓર્ડર આપ્યો ત્યારે હોટેલ સ્ટાફ સર્વિસ આપવા માટે આવ્યો હતો. તે બંનેને બેડ પર એકસાથે જોઈને વેટર એટલો આશ્ચર્યચકિત થઈ ગયો કે તેના હાથમાંથી વાઈન બેડ પર જ ઢોળાઈ ગઈ હતી. આ પછી સાફ-સફાઈ કરવા આવેલો ક્લીનિંગ સ્ટાફ પણ તેમને સતત ઘૂરી રહ્યો હતો, જેના પર પામેલાએ તેને ત્યાંથી જવાનું કહ્યું હતું.
3/5
જ્યારે પામેલાને પૂછવામાં આવ્યું કે શું તે આકાંક્ષા સાથેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરશે, ત્યારે તેણે હોશિયારીથી જવાબ આપ્યો કે તે પોતાની પર્સનલ લાઈફ અને રિલેશનશિપને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. તેણે ઉમેર્યું કે તેઓ સાથે ફરે છે, શૂટિંગ કરે છે અને એકબીજાની સંભાળ રાખે છે.
4/5
5/5
પામેલાએ વધુમાં જણાવ્યું કે 'લોકઅપ'ની સક્સેસ પાર્ટી દરમિયાન જ્યારે તે અર્જુન કપૂર સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે તેમની કેમિસ્ટ્રી જોઈને આકાંક્ષા થોડી અનકમ્ફર્ટેબલ અને અસહજ અનુભવી રહી હતી. આકાંક્ષા અને અર્જુન 'લોકઅપ' શો પહેલાથી જ એકબીજાને ઓળખે છે અને સારા મિત્રો છે. રમુજી અંદાજમાં પામેલાએ કહ્યું કે અર્જુને આકાંક્ષાને કહ્યું હતું કે તે બંનેની પસંદ એકસરખી છે. જ્યારે પામેલાને પૂછવામાં આવ્યું કે તે બંનેમાંથી કોને વધુ પસંદ કરે છે, ત્યારે તેણે હસીને જવાબ આપ્યો કે તેને માત્ર મનોરંજન ગમે છે અને તે બંનેની કંપની એન્જોય કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ