બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના 6 યુવાનોના એક્સિડન્ટમાં મોત, વાનના કાચ તોડીને લાશો કઢાઈ, ઉજ્જેન દર્શન કરીને આવતાં હતા
Last Updated: 04:28 PM, 9 August 2026
ધાર-ઉજ્જૈન હાઇવે પર સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં વડોદરાના 6 યુવાનોના દર્દનાક મોત થયાં હતા. મૃતકો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા, અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
ADVERTISEMENT
કેવી રીતે સર્જાયો અકસ્માત
ઉજ્જૈન હાઇવે પર રોંગ સાઈડમાં લોખંડના સામાનથી ભરીને આવી રહેલી ટ્રક ધડાકાભેર કાર સાથે ટકરાઈ હતી, ટક્કર એટલી ભયંકર હતી કે કારના ફૂરચે-ફૂરચા થઈ ગયા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ADVERTISEMENT
કારના કાચ તોડીને લાશો બહાર કઢાઈ
ADVERTISEMENT
અકસ્માત બાદ અફરાતફરી મચી હતી અને સ્થાનિક તંત્ર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં કાર ખૂબ ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી લાશો બહાર કાઢવી મુશ્કેલ કામ હતું પરંતુ આખરે કારના કાચ તોડીને લાશો બહાર કઢાઈ હતી અને પરિવારને સોંપાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.