ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : હવે છોકરીઓને ભણવા કેવી રીતે મોકલવી? અમદાવાદમાં PG યુવતી દુષ્કર્મ બાદ રાજકોટ-સુરતમાં રોષ

ક્રાઈમ / VIDEO : હવે છોકરીઓને ભણવા કેવી રીતે મોકલવી? અમદાવાદમાં PG યુવતી દુષ્કર્મ બાદ રાજકોટ-સુરતમાં રોષ

Published By: Hiralal Parmar

Last Updated: 05:09 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં PGની યુવતી સાથે થયેલા દુર્ષ્કમ બાદ ગુજરાતભરમાં આ ઘટનાને લઈને રોષ ફાટી નીકળ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદમાં PGમાં રહીને ભણતી છોકરીઓ સલામત નથી એ વાતને પૂરવાર કરતો એક મોટો બનાવ સામે આવ્યો છે. આનંદનગરની સોસાયટીમાં PGની યુવતી સાથે સિક્યુરીટી ગાર્ડના દુષ્કર્મ બાદ પીજી છોકરીઓની સલામતી સામે સવાલ છેડાયો છે. આ ઘટના બાદ ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

આનંદનગરની પીજીમાં શું બન્યું

આનંદનગરની સોસાયટીમાં PGમાં રહેતી યુવતી પર તેની જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. રાતે જ્યારે યુવતી સુવા ધાબા પર ગઈ ત્યારે આરોપીએ પાછળ પાછળ જઈને પહેલા તેની સાથે સંબંધ બાંધવાની માંગ કરી હતી પરંતુ ઈન્કાર કરવા પર દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ બાદ શું બન્યું

દુષ્કર્મ બાદ આરોપી યુવતીનો ફોન લઈને નાસી ગયો હતો. યુવતીએ બૂમો પાડતાં લોકો ઉપર દોડી આવ્યાં હતા. ત્યાર બાદ જાણ કરવામાં આવતાં પોલીસ પણ આવી અને આરોપીની હેબતપુરથી ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટ-સુરતમાં રોષ

અમદાવાદમાં પીજીની યુવતી સાથે દુષ્કર્મ બાદ ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ અને સુરતમાં મહિલાઓ અને છોકરીઓએ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો.

વધુ વાંચો : VIDEO : 'પ્રવાસીઓને વાદળોએ ભીંજવી દીધાં' ગિરનારનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, જુઓ મનમોહક નજારો

છોકરીઓને ભણવા કેવી રીતે મોકલવી? વાલીઓમાં રોષ

અમદાવાદની યુવતી પર દુષ્કર્મને લઈને રાજકોટની મહિલાઓમાં રોષ વ્યાપ્યો છે. મહિલાઓએ કહ્યું કે દીકરીઓ સુરક્ષિત હોય તેવું લાગતું નથી , આજે દીકરીઓને અમારે બહાર ભણવા કેવી રીતે મોકલવી તે પણ પ્રશ્ન છે. આવી ઘટનાઓના કારણે અમને પણ ડર લાગવા માંડ્યો છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad crime news gujarat news ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ