બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : 'પ્રવાસીઓને વાદળોએ ભીંજવી દીધાં' ગિરનારનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, જુઓ મનમોહક નજારો

જુનાગઢ / VIDEO : 'પ્રવાસીઓને વાદળોએ ભીંજવી દીધાં' ગિરનારનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, જુઓ મનમોહક નજારો

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 03:53 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ પર ગિરનાર પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું જેના મનમોહક વીડિયો સામે આવ્યાં છે.

જૂનાગઢના ગિરનાર પર્વત પર હાલ વરસાદી માહોલ છવાયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગીરનારની સફર યાદગાર બની રહી

ભાવનગરથી આવેલા પ્રવાસીઓએ ગિરનારના નયનરમ્ય વાતાવરણ અને પ્રકૃતિના સૌંદર્યનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રવાસીઓએ જણાવ્યું કે ધાર્યા કરતાં પણ વધુ સુંદર વાતાવરણનો અનુભવ થયો અને ગિરનારની સફર યાદગાર બની છે.

પ્રવાસીઓને વાદળો, વરસાદ અને ઠંડા પવનનો અનુભવ

વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગિરનારની ઊંચાઈ તરફ આગળ વધતા પ્રવાસીઓને વાદળો, વરસાદ અને ઠંડા પવનનો અનોખો અનુભવ થઈ રહ્યો છે. ભાવનગરથી આવેલા પ્રવાસીઓએ પણ ગિરનારના આ સુંદર વાતાવરણને માણ્યું હતું. ગિરનાર અને જૂનાગઢનું વાતાવરણ જાણે સ્વર્ગનો અહેસાસ કરાવતું હોય તેવું છે. ગિરનારની આસપાસ જોવા મળતા વન્યજીવો અને પ્રકૃતિના નયનરમ્ય દૃશ્યો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યા છે.

સિંહના દર્શન પણ થયા

પ્રવાસીઓના જણાવ્યા પ્રમાણે, ગિરનારની સફર દરમિયાન ધારણા કરતાં પણ વધુ સુંદર વાતાવરણ જોવા મળ્યું. જૂનાગઢમાં પ્રવેશ દરમિયાન સિંહના દર્શન સહિત કુદરતના વિવિધ રંગોનો અનુભવ થયો હોવાનું પણ પ્રવાસીઓએ જણાવ્યું. વરસાદી વાતાવરણના કારણે ગિરનારની સફરનો આનંદ વધુ વધી ગયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ / શાળાઓમાં બદલાશે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની રીત! હવે ‘પાસ-નાપાસ’ નહીં, ‘ઉદયમાન-નિપુણ’થી થશે ઓળખ

પ્રવાસીઓએ બનાવી મન મૂકીને રિલ્સ

ગિરનારની મુલાકાત માટે સોશિયલ મીડિયા પર જોવા મળતી રીલ્સ પણ પ્રવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે. સોશિયલ મીડિયા પર ગિરનાર અને અહીંના વરસાદી માહોલના વીડિયો જોયા બાદ પ્રવાસનું આયોજન કર્યું હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું. ગિરનાર પર ચઢાણ શરૂ કર્યું ત્યારે વાતાવરણ સામાન્ય હતું, પરંતુ જેમ જેમ ઉપર પહોંચતા ગયા તેમ વરસાદ વધતો ગયો અને સમગ્ર સફર વધુ રોમાંચક બની હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat rain update girnar mountain video gujarat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ