ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ''હું જમીન ખરીદવા પ્રયત્ન કરું છું, પરંતુ...'', મોડી રાત્રે રિષભ પંતે કેમ ઉત્તરાખંડના CMને લગાવી મદદની ગુહાર

સ્પોર્ટ્સ / ''હું જમીન ખરીદવા પ્રયત્ન કરું છું, પરંતુ...'', મોડી રાત્રે રિષભ પંતે કેમ ઉત્તરાખંડના CMને લગાવી મદદની ગુહાર

Published By: Jinal Chauhan

Last Updated: 08:17 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર રિષભ પંતે ઉત્તરાખંડમાં પોતાનું ઘર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે મોડી રાત્રે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને જમીન ખરીદવાની પ્રક્રિયામાં મદદ કરવા અપીલ કરી છે.

ADVERTISEMENT

રિષભ પંત હાલમાં ભારતીય ટેસ્ટ ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ પર છે. આ દરમિયાન મોડી રાત્રે કરવામાં આવેલી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે. પંતે જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીથી પોતાનું બેઝ ઉત્તરાખંડમાં શિફ્ટ કરવા માટે જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે જમીન ખરીદવાની પ્રક્રિયામાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મોડી રાત્રે CM ધામીને કરી અપીલ

રિષભ પંતે શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે 12:46 વાગ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ટેગ કર્યા હતા અને પોતાની સમસ્યા અંગે મદદ માંગી હતી.પંતે કહ્યું કે તેઓ લાંબા સમયથી ઉત્તરાખંડમાં જમીન ખરીદીને પોતાનું ઘર બનાવવા માંગે છે. તેઓ દિલ્હીથી પોતાનું બેઝ ઉત્તરાખંડમાં ખસેડવા ઈચ્છે છે. જોકે તેમના જણાવ્યા પ્રમાણે જમીન ખરીદવાની પ્રક્રિયા તેમના માટે મુશ્કેલ બની રહી છે અને તેમાં સ્પષ્ટતાનો પણ અભાવ છે.

ત્રણ વર્ષથી જમીનની રાહ જોઈ રહ્યા છે

રિષભ પંતે દાવો કર્યો કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી જમીન મળવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી ધામીને આ મામલે ધ્યાન આપવા અને જમીન ખરીદવાની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરવાની અપીલ કરી છે.પંતે પોતાના સંદેશમાં ઉત્તરાખંડ સાથેના પોતાના જૂના જોડાણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેઓ પોતાના રાજ્ય સાથે ખૂબ જ જોડાયેલા છે અને ઉત્તરાખંડ માટે કંઈક કરવા માંગે છે. હવે તેઓ પોતાના રાજ્યમાં પરત ફરીને ત્યાંથી જ પોતાનું કામ આગળ વધારવા ઈચ્છે છે.

pant-post-dhami-

'પહાડી લોકો વચ્ચે પાછો ફરવા માગું છું'

પંતે પોતાના સંદેશમાં ઉત્તરાખંડના લોકો પ્રત્યેનો લગાવ પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તેઓ પોતાના 'પહાડી લોકો' વચ્ચે પરત ફરવા માંગે છે.તેમનું કહેવું છે કે તેઓ ઉત્તરાખંડના વિકાસમાં યોગદાન આપવા માંગે છે. આ જ કારણસર તેઓ દિલ્હીથી પોતાનું બેઝ ઉત્તરાખંડમાં શિફ્ટ કરવા અને ત્યાં પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે. પંત માટે આ માત્ર જમીન ખરીદવાનો મામલો નથી પરંતુ પોતાના રાજ્ય સાથે ફરીથી વધુ નજીકથી જોડાવાની ઈચ્છા પણ છે.

સરકાર પાસેથી નક્કી કરેલા દરે જમીન ખરીદવા તૈયાર

રિષભ પંતે મુખ્યમંત્રી સમક્ષ એક વિકલ્પ પણ રજૂ કર્યો છે. જો સરકાર તેમને જમીન ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપે તો તેઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સરકારી દરે જમીન ખરીદવા માટે તૈયાર છે.પંતે આને ઉત્તરાખંડમાં પોતાનું પહેલું ઘર બનાવવાની તક ગણાવી છે. તેમણે મુખ્યમંત્રી ધામીને પૂછ્યું છે કે આ પ્રક્રિયાને આગળ કેવી રીતે વધારી શકાય. સાથે જ તેમણે આ મામલે ગંભીરતાથી ધ્યાન આપવા માટે અપીલ કરી છે.

ઉત્તરાખંડ સાથે પંતનો ખાસ સંબંધ

રિષભ પંતનો ઉત્તરાખંડ સાથે જૂનો સંબંધ છે. તેમનો પરિવાર મૂળ ઉત્તરાખંડનો છે અને પંત અનેક પ્રસંગોએ રાજ્ય પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કરી ચૂક્યા છે. હવે તેમણે જાહેરમાં મુખ્યમંત્રી પાસે જમીન ખરીદવામાં મદદની અપીલ કરી છે.પંત હાલમાં ભારતીય ટેસ્ટ ટીમના મહત્વના ખેલાડીઓમાં સામેલ છે અને શ્રીલંકા પ્રવાસ પર ટીમ સાથે છે. તે વનડે અને ટી-20 ટીમમાંથી હાલમાં બહાર છે.

vtv app promotion

આ પણ વાંચોઃ નિવૃત્તિના 5 દિવસમાં જ રહાણેનો BCCIને કડક સંદેશ, પસંદગી પ્રક્રિયાને લઈ ઉઠાવ્યો સવાલ ટેસ્ટ ક્રિકેટમાં તેમનું સ્થાન મહત્વનું રહ્યું છે.હવે રિષભ પંતની આ અપીલ પર ઉત્તરાખંડ સરકાર તરફથી શું જવાબ આવે છે અને જમીન ખરીદવાની તેમની પ્રક્રિયા આગળ વધે છે કે નહીં તે જોવાનું રહેશે. પંતની મોડી રાત્રે કરાયેલી આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચાહકો પણ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarakhand Land Rishabh Pant Pushkar Singh Dhami

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ