બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / "મારા ભાઇ બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં..." ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ

રાજકોટ / "મારા ભાઇ બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં..." ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 03:16 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રાજકોટમાં ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની વતની યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતીએ ગળે ફાંસો ખાવાનો અથવા ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ગંભીર હાલતમાં તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અલ્પા વાઘેલા મૂળ થાનના આણંદપર ગામની વતની છે. અલ્પા છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં રહેતી હતી. તે યુનિવર્સિટી રોડ પર આવેલી પેરામાઉન્ટ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને રાજકોટની એક ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી.

અલ્પાના પિતા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન સવારે અલ્પા ઘરે બેભાન હાલતમાં મળી આવી હતી. પરિવારજનો અને આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલમાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

સુસાઈડ નોટમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો

યુનિવર્સિટી પોલીસની ટીમે હોસ્પિટલમાં તપાસ દરમિયાન અલ્પા પાસેથી એક ભાવુક ચિઠ્ઠી મેળવી હતી. આ ચિઠ્ઠીમાં તેણે પરિવાર પ્રત્યેનો પ્રેમ અને પોતાની લાચારી વ્યક્ત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ચિઠ્ઠીમાં યુવતીએ પરિવારને સંબોધીને “બેનની ફી ભરી દેજો, ગામનાને કહેજો હું કોઈ સાથે ભાગી નથી ગઈ” લખ્યું હતું. આ શબ્દોમાં તેણે પરિવારની ચિંતા અને પોતાની પરિસ્થિતિ અંગેની લાગણી વ્યક્ત કરી હોવાનું જણાઈ આવે છે.

મમ્મી પપ્પા હવેના જન્મમાં તમે જ મારા મમ્મી-પપ્પા બનજો. મારા ભાઈ-બહેનને ભણાવજો, એનું ભણવાનું ન બગાડતાં, બધા કંઈક સારી જગ્યાએ પહોંચે એવું મારું સપનું છે. બહેનની ફી ₹26,000બાકી છે જે દિવાળી પછી ભરવાની છે, મારા ખાતામાં ₹17,800 છે એ લઈ લેજો. મારી પાછળ કોઈ રોતા નહીં, નહીં તો મને દુઃખ થાશે. ગામનાને કહેજો કે હું કોઈ સાથે ભાગી નથી ગઈ. મમ્મી-પપ્પા મારા ઉપર વિશ્વાસ કરે છે એટલું મારા માટે બસ છે. મમ્મી-પપ્પા તમે મને બહુ જ સાચવી છે. તમને મૂકીને જાતાં જીવ તો નથી ચાલતો, પણ પપ્પા આખી જિંદગી તો કેમ કાઢીશ... મને માફ કરી દેજો, મને માફ કરી દેજો, મને માફ કરી દેજો…

ચિઠ્ઠીના અંતમાં યુવતીએ ‘તમારી અલ્પા’ લખ્યું હતું. સાથે જ તેણે મમ્મી-પપ્પા પાસે ત્રણ વખત માફી માગી હોવાનું પણ સામે આવ્યું છે. સુસાઈડ નોટમાં લખાયેલા શબ્દોને કારણે સમગ્ર ઘટના વધુ કરુણ બની છે. પોલીસ તપાસમાં માનસિક તણાવનું કારણ શોધાશે

યુનિવર્સિટી પોલીસે યુવતી પાસેથી મળેલી ભાવુક ચિઠ્ઠી કબ્જે કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અલ્પાએ કયા માનસિક તણાવ, મુશ્કેલી અથવા અન્ય કોઈ કારણસર આ પ્રકારનું પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ દ્વારા યુવતીના પરિવારજનો તેમજ તેની સાથે કામ કરતા સહકર્મીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. યુવતી છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં રહેતી હોવાથી તેના રહેઠાણ, નોકરી અને વ્યક્તિગત પરિસ્થિતિ અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. સમગ્ર તપાસ બાદ આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ કચ્છમાં ફરી ધરા ધ્રુજી! રાપરમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

હાલમાં યુવતીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા સુસાઈડ નોટ સહિતના મુદ્દાઓને આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Lab Assistant Suicide Attempt

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ