બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં ફરી ધરા ધ્રુજી! રાપરમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
Last Updated: 02:50 PM, 9 August 2026
કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં થોડીવાર માટે ચિંતા ફેલાઈ હતી. રાપર નજીક બપોરે 1:34 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.3 રિક્ટર સ્કેલ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. આંચકો અનુભવાતા કેટલાક વિસ્તારોમાં લોકોમાં કૌતુક સાથે ચિંતા જોવા મળી હતી.
ADVERTISEMENT
જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાન અંગેની કોઈ માહિતી સામે આવી નથી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ભૂકંપ આવે તો શું કરવું?
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બુધેલ ગામે એક જ સમાજના બે જૂથ બાખડ્યા! ધોકા-બેટ સાથે મારામારીનો LIVE વીડિયો
સિસ્મોલોજી વિભાગની સાંત્વના
ADVERTISEMENT
ગુજરાતમાં આવતા ભૂકંપને લઈને લોકોને ન ગભરાવવાની અપીલ કરાઈ છે. સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર સુમેર ચોપડાએ VTV સાથેની વાતચીતમાં લોકોને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભૂકંપથી ડરશો નહીં, 5-6 વર્ષે ભૂકંપ આવે છે. કચ્છમાં 5ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય છે. હવેના આફ્ટર શોક સાવ સામાન્ય. લોકોએ ગભરાવાની જરૂર નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.