બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:33 AM, 8 August 2026
ભારતીય ક્રિકેટર રમનદીપ સિંહે અભિનેત્રી ચાર્લી ચૌહાણ સાથે લગ્ન કરી લીધા છે.બંનેએ પ્રાઈવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા અને લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાર્લી ચૌહાણે ટીવીના અનેક જાણીતા શો અને રિયાલિટી શોમાં કામ કર્યું છે.રામનદીપ સિંહ ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ અને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. બીજી તરફ ચાર્લી ચૌહાણ ટીવી જગતનો જાણીતો ચહેરો છે અને તેણે અનેક શો તથા રિયાલિટી પ્રોગ્રામમાં કામ કર્યું છે.
ADVERTISEMENT
રમનદીપ સિંહ અને ચાર્લી ચૌહાણે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ તેમના લગ્નની જાણકારી સામે આવી. બંને પંજાબી પરંપરાગત લગ્નના પોશાકમાં જોવા મળ્યા હતા.ચાર્લીએ લાલ રંગનો પરંપરાગત પોશાક પહેર્યો હતો જ્યારે રમનદીપ શાહી અંદાજમાં જોવા મળ્યો હતો. ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહ સહિત કેટલાક ક્રિકેટરો પણ લગ્ન સમારોહમાં હાજર રહ્યા હતા. અર્શદીપે સોશિયલ મીડિયા પર નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT
ચાર્લી ચૌહાણ ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તેણે Best Friends Foreverમાં ઇલાની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ Kaisi Yeh Yaariaanમાં મુક્તિ વર્ધનના પાત્રથી તેને વધુ લોકપ્રિયતા મળી હતી.ચાર્લી ચૌહાણે MTV Roadies Season 7માં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તે Nach Baliyeમાં પણ જોવા મળી હતી. તેના ડાન્સ પાર્ટનર તરીકે કુણાલ અમર સાથેની તેની જોડીએ પણ ચર્ચા મેળવી હતી.
ADVERTISEMENT
Arshdeep Singh, Naman Dhir, Ashwini Kumar, Jassinder Singh and friends at Ramandeep Singh's Wedding https://t.co/scGGtXDuPQ pic.twitter.com/vzA7EyIW0G
— Sawai96 (@Aspirant_9457) August 7, 2026
ADVERTISEMENT
ચાર્લી ચૌહાણે ટેલિવિઝન સિવાય અન્ય પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. તે Yeh Hai Aashiqui 4માં ઇનારા તરીકે જોવા મળી હતી. તેણે કેટલીક શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.ચાર્લીને લેખનનો પણ શોખ છે અને તે ગીતો લખવામાં પણ રસ ધરાવે છે. તે Beparwahiyan મ્યુઝિક આલ્બમ સાથે પણ જોડાયેલી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''હું જમીન ખરીદવા પ્રયત્ન કરું છું, પરંતુ...'', મોડી રાત્રે રિષભ પંતે કેમ ઉત્તરાખંડના CMને લગાવી મદદની ગુહાર
ADVERTISEMENT
રમનદીપ સિંહ ભારતીય ક્રિકેટમાં ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તે પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલો છે.રામનદીપે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામે T20 મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેને ભારત માટે મર્યાદિત તક મળી છે. IPLમાં જોકે તે KKRની ટીમનો હિસ્સો રહ્યો છે.
રમનદીપ અને ચાર્લીના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ વાત એ છે કે તેમના લગ્નની જાણકારી અચાનક સામે આવી હોવાથી ઘણા લોકો માટે આ સમાચાર આશ્ચર્યજનક રહ્યા.ચાર્લીના અગાઉના સંબંધોને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહી છે. ખાસ કરીને અભિનેતા કુણ્વર અમર સાથે તેના જૂના સંબંધનો ઉલ્લેખ ઘણા લોકો કરી રહ્યા છે. જોકે હવે ચાર્લી અને રામનદીપે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.