બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / અમેરિકામાં H-1B અને ગ્રીન કાર્ડના નિયમો કડક બનશે? PERM પ્રક્રિયામાં ફેરફારની માંગથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સની ચિંતા વધી

NRI / અમેરિકામાં H-1B અને ગ્રીન કાર્ડના નિયમો કડક બનશે? PERM પ્રક્રિયામાં ફેરફારની માંગથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સની ચિંતા વધી

Published By: Pravin Joshi

Last Updated: 08:19 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રિપબ્લિકન સિનેટર એરિક શ્મિટે શ્રમ વિભાગ પાસે H-1B વીઝા અને ગ્રીન કાર્ડ મેળવવાની PERM પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની માંગ કરી છે.

અમેરિકામાં રિપબ્લિકન સિનેટર એરિક શ્મિટે દેશના શ્રમ વિભાગ (Department of Labor) ને પત્ર લખીને H-1B વીઝા અને ગ્રીન કાર્ડ સાથે જોડાયેલી પરમ (PERM - Program Electronic Review Management) પ્રક્રિયામાં વ્યાપક ફેરફારો કરવાની માંગ કરી છે. તેમનો આક્ષેપ છે કે વર્તમાન વ્યવસ્થાનો દુરુપયોગ કરીને કંપનીઓ સ્થાનિક અમેરિકી કર્મચારીઓની જગ્યાએ વિદેશી શ્રમિકોને નોકરીઓ આપી રહી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો તેની સૌથી મોટી અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર પડી શકે છે.

trump-normal

શા માટે થઈ રહી છે PERM પ્રક્રિયામાં ફેરફારની માંગ?

સિનેટર એરિક શ્મિટે કાર્યવાહક શ્રમ સચિવ કીથ સોન્ડરલિંગને પત્ર લખીને 20 વર્ષ જૂની PERM પ્રક્રિયાને આધુનિક બનાવવાની માંગ કરી છે. સામાન્ય રીતે અમેરિકન રોજગારદાતાઓ (Employers) કોઈ વિદેશી કર્મચારીને અમેરિકામાં કાયમી નોકરી આપવા અને તેના માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા શરૂ કરવાના પ્રથમ તબક્કા તરીકે PERM નો ઉપયોગ કરે છે. સિનેટરે પત્રમાં લખ્યું છે કે PERM અને H-1B પ્રોગ્રામના દુરુપયોગના કારણે કંપનીઓ સ્થાનિક અમેરિકી કર્મચારીઓની બદલે સસ્તા વિદેશી શ્રમિકોને રાખી લે છે. તેથી વિભાગે આ દુરુપયોગ અટકાવવો જોઈએ અને નિયમોનો મૂળ હેતુ પુનઃસ્થાપિત કરવો જોઈએ.

us-work-visa

ભારતીયો પર જ વધુ અસર શા માટે?

યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025 માં મંજૂર થયેલી કુલ H-1B અરજીઓમાંથી 70 ટકા અરજીઓ ભારતીયોની હતી. અનેક ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વીઝા અને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) દ્વારા H-1B નોકરી સુધી પહોંચે છે અને ત્યારબાદ કંપની દ્વારા સ્પોન્સર કરાતા ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. તેથી જો ચકાસણી કડક થશે તો ભારતીયોને સૌથી વધુ અસર થશે.

US VISA

જૂના નિયમો અને પ્રસ્તાવિત કડક જોગવાઈઓ

સિનેટરના જણાવ્યા મુજબ, PERM ના નિયમો છેલ્લા 20 વર્ષથી બદલાયા નથી. જૂના નિયમો મુજબ છાપામાં જાહેરાત આપીને કે સ્થાનિક એજન્સીમાં નોંધણી કરાવીને કંપનીઓ એવું દર્શાવી દે છે કે તેમણે સ્થાનિક અમેરિકનોને નોકરી આપવાનો પ્રયાસ કર્યો હતો. ડિજિટલ યુગમાં આ નિયમોનો દુરુપયોગ કરીને નોકરીઓ સ્થાનિકોથી છુપાવવામાં આવે છે. આથી નવી પ્રસ્તાવિત જોગવાઈઓમાં નીચે મુજબના કડક પગલાં સૂચવવામાં આવ્યા છે.

  • કંપનીઓએ દરેક અમેરિકી અરજદારનો રેકોર્ડ રાખવો પડશે.
  • કોઈ અમેરિકી ઉમેદવારને રિજેક્ટ કરવાનું ચોક્કસ કારણ દર્શાવવું પડશે.
  • કંપનીએ સાબિત કરવું પડશે કે તે પદ પહેલાથી જ કોઈ વિદેશી કર્મચારી માટે નક્કી કરાયેલું નહોતું.
  • હાલમાં જ નોકરી ગુમાવનારા યોગ્ય અમેરિકનોને આ નોકરી વિશે માહિતી આપવી પડશે અને તેમનો ઈન્ટરવ્યુ લેવો ફરજિયાત બનશે.
US-visa

શું ગ્રીન કાર્ડ પ્રક્રિયા વધુ જટિલ બનશે?

નિષ્ણાતોના મતે જો ભરતી સંબંધિત દસ્તાવેજોની તપાસ કડક કરવામાં આવશે તો કંપનીઓ પર પ્રોસેસિંગ અને ઓડિટનો બોજ વધી જશે. આનાથી ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા જે પહેલાથી જ જટિલ છે તે વધુ લાંબી અને મુશ્કેલ બની શકે છે.

વધુ વાંચો : હનીટ્રેપમાં ફસાયો ઈન્ડિયન એરફોર્સનો અધિકારી, પાક. 'પ્રેમિકા'ને આપી ગુપ્ત માહિતી, જાણો આખો બનાવ

ઉલ્લેખનીય છે કે, PERM અને H-1B બંને અલગ પ્રોગ્રામ છે. H-1B અસ્થાયી નોકરી માટે છે જ્યારે PERM કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) માટે છે. સિનેટરના આ પત્રમાં હાલમાં કોઈ વીઝા કે ગ્રીન કાર્ડ રદ કરવાનો પ્રસ્તાવ નથી અને તેનો આખરી અમલ શ્રમ વિભાગના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USImmigration H1BVisa GreenCard

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ