બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ અઠવાડિયે મેઇનબોર્ડ અને SME ના અનેક IPOની ભરમાર, પૈસા રાખજો તૈયાર

બિઝનેસ / આ અઠવાડિયે મેઇનબોર્ડ અને SME ના અનેક IPOની ભરમાર, પૈસા રાખજો તૈયાર

Published By: Nirav Kumar

Last Updated: 04:32 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે મેઇનબોર્ડ અને SME મળીને અનેક IPOની ભરમાર જોવા મળશે, જેમાંથી ઘણામાં આકર્ષક પ્રાઈસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. રોકાણકારો માટે વિવિધ સેક્ટરમાં નવી તકો ઊભી થઈ છે.

જો તમે પણ IPOમાં રોકાણ કરવાના શોખીન છો તો આ અઠવાડિયું તમારા માટે સોનું છે! 10 ઓગસ્ટથી શરૂ થતા કારોબારી અઠવાડિયામાં કુલ 9 કંપનીઓના IPOમાં પૈસા લગાવવાની તક મળશે. જેમાં 5 મેઇનબોર્ડ અને 2 SME સેગમેન્ટના છે, સાથે જ પાછલા અઠવાડિયે ખુલેલા બે IPOમાં પણ છેલ્લી તારીખ સુધી દાખલ થઈ શકાશે.

મેઇનબોર્ડના પાંચ મોટા IPO

  • મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ્સ IPO

ડેરી પ્રોડક્ટ્સ બનાવતી આ કંપનીનો IPO 11થી 13 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. કુલ સાઈઝ 1533 કરોડ રૂપિયાનો છે અને પ્રાઈસ બેન્ડ 133-140 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. એલોટમેન્ટ 14 ઓગસ્ટે અને લિસ્ટિંગ 18 ઓગસ્ટે BSE-NSE પર થશે.

  • ધૂત ટ્રાન્સમિશન IPO

ઓટો સેક્ટરની આ મોટી કંપનીનો IPO 10થી 12 ઓગસ્ટ સુધી ચાલશે. પ્રાઈસ બેન્ડ 829-871 રૂપિયા છે અને ગ્રે માર્કેટમાં તે 259 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

  • મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ IPO

મેડિકલ ડાયગ્નોસ્ટિક ક્ષેત્રની મોટી કંપની 10થી 12 ઓગસ્ટ સુધી IPO લાવી રહી છે. પ્રાઈસ બેન્ડ 768-807 રૂપિયા રાખવામાં આવ્યો છે. કંપની થોડા ફ્રેશ શેર જારી કરશે અને OFS દ્વારા મોટી માત્રામાં શેર વેચશે.

  • શિપરોકેટ IPO

ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મનો આ IPO 12થી 14 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. પ્રાઈસ બેન્ડ 92-97 રૂપિયા છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે 11 ઓગસ્ટે જ ખુલી જશે. કંપની નવા શેર જારી કરીને અને પ્રોમોટર્સ OFS દ્વારા કુલ મોટી રકમ ઊભી કરશે.

  • બિહારી લાલ એન્જિનિયરિંગ IPO

મેટલ રોલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો 301.62 કરોડનો IPO 12થી 14 ઓગસ્ટ સુધી ચાલશે. પ્રાઈસ બેન્ડ 271-285 રૂપિયા પ્રતિ શેર છે.

SME સેગમેન્ટના IPO

  • પ્રમોદિની મેડિકેર IPO

મેડિકલ સેક્ટરની આ SME કંપનીનો IPO 12થી 14 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. પ્રાઈસ બેન્ડ 110-118 રૂપિયા અને લોટ સાઈઝ 1200 શેરનો છે.

  • ફેસીનેટ ટેક્સટાઈલ્સ IPO

આ SME IPO 11થી 13 ઓગસ્ટ સુધી ચાલશે. સાઈઝ 66.98 કરોડ રૂપિયાનો છે અને પ્રાઈસ બેન્ડ 148-156 રૂપિયા રાખવામાં આવ્યો છે.

વધુ વાંચો : UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે કે નહીં? વિવાદ વચ્ચે સરકારે સ્પષ્ટ કરી સ્થિતિ

  • પહેલેથી ખુલેલા IPOમાં પણ તક

LEAP India અને Technocraft Venturesના IPOમાં પણ 11 ઓગસ્ટ સુધી બિડ લગાવી શકાશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)



બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPOs SME segment mainboard

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ