ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / કેનેડામાં ભારતીય મહિલાની હત્યાનો મામલો: 7 મહિના બાદ હત્યારો પાર્ટનર એરપોર્ટ પરથી ઝડપાયો

ક્રાઈમ / કેનેડામાં ભારતીય મહિલાની હત્યાનો મામલો: 7 મહિના બાદ હત્યારો પાર્ટનર એરપોર્ટ પરથી ઝડપાયો

Published By: Pravin Joshi

Last Updated: 04:34 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય મૂળની 30 વર્ષીય મહિલા હિમાંશી ખુરાનાની હત્યાના 7 મહિના બાદ તેના પાર્ટનર અબ્દુલ ગફૂરીની ટોરોન્ટો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય મૂળની મહિલાની હત્યાના લગભગ 7 મહિના પછી 32 વર્ષીય પુરુષની ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષીય હિમાંશી ખુરાના 20 ડિસેમ્બરે ટોરોન્ટોના એક મકાનમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલિસે આ ઘટનાને નજીકના પાર્ટનર દ્વારા કરવામાં આવેલી હિંસા (Partner Violence) નો કિસ્સો ગણાવ્યો છે.

ટોરોન્ટોના જ રહેવાસી અને હિમાંશીના સાથી અબ્દુલ ગફૂરી સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડરના આરોપ હેઠળ શોધખોળ ચાલી રહી હતી. શનિવારે સ્થાનિક પોલીસે આપેલા નિવેદન અનુસાર, શુક્રવારે તેની ટોરોન્ટો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ભગોડા પકડનારી ટીમ અને મર્ડર ઈન્વેસ્ટિગેશન યુનિટે તેને કેનેડા પાછા લાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પોલીસ સેવાઓ સાથે મળીને કામ કર્યું હતું. જોકે, આરોપી કયા દેશમાં છુપાયેલો હતો તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

didha (52)

હિમાંશી ખુરાના મર્ડર કેસની વિગત

19 ડિસેમ્બરની રાત્રે હિમાંશી ખુરાના ગુમ થઈ હોવાની માહિતી મળી હતી. 2025 માં ટોરોન્ટોમાં આ હત્યાનો 40 મો મામલો હતો. ટોરોન્ટો પોલીસે જણાવ્યા મુજબ, તેમને રાત્રે લગભગ 10:41 વાગ્યે સ્ટ્રેચન એવન્યુ અને વેલિંગટન સ્ટ્રીટ વેસ્ટ વિસ્તારમાંથી મહિલા ગુમ થયાની ફરિયાદ મળી હતી, જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. બીજા દિવસે સવારે 6:30 વાગ્યે તે જ વિસ્તારના એક મકાનમાંથી હિમાંશીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ગફૂરી અને હિમાંશી વચ્ચે કૌટુંબિક સંબંધો હતા. પોલીસે તેની ધરપકડ માટે દેશવ્યાપી વોરંટ જારી કર્યું હતું અને તેની તસવીર પણ જાહેર કરી હતી.

વધુ વાંચો : ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું કેમ આપ્યું? વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં પૂર્વ 'પ્રધાન'એ કર્યો મોટો ખુલાસો

ભારતીય દૂતાવાસની પ્રતિક્રિયા

ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે હિમાંશી ખુરાનાના મોત પર ઊંડું દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ટોરોન્ટોમાં યુવા ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાથી અમને ભારે આઘાત લાગ્યો છે. આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CanadaNews TorontoPolice HimanshiKhurana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ