બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / કેસર ઈન્ડિયાના પરિણામોથી રોકાણકારો ચોંકી ગયા: પ્રથમ ત્રિમાસિકમાં નફો 5700% વધીને ₹16.15 કરોડ થયો
5 ફોટો ગેલેરી
Last Updated: 05:10 PM, 9 August 2026
1/5
રિયલ એસ્ટેટ અને ટ્રેડિંગ ક્ષેત્રની અગ્રણી કંપની કેસર ઈન્ડિયા લિમિટેડ (Kesar India Limited) એ નાણાકીય વર્ષ 2026-27 ની પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) ના નાણાકીય પરિણામો જાહેર કરી દીધા છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જૂન 2026 માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીના નફા અને આવકમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે.
2/5
કેસર ઈન્ડિયા લિમિટેડના કન્સોલિડેટેડ ચોખ્ખા નફા (Net Profit) ની વાત કરીએ તો, જૂન 2026 ના ત્રિમાસિક ગાળામાં તે વધીને ₹16.15 કરોડ પર પહોંચી ગયો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં (જૂન 2025) કંપનીનો નફો માત્ર ₹27.74 લાખ હતો. આ રીતે કંપનીના નફામાં વાર્ષિક ધોરણે 5700% થી પણ વધુનો અદભુત વધારો થયો છે.કંપનીની કુલ આવકમાં પણ મોટો સુધારો નોંધાયો છે. ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક ₹1,468.51 લાખ હતી, જે આ વર્ષે વધીને ₹17,616.64 લાખ (લગભગ ₹176.16 કરોડ) થઈ ગઈ છે. આમ આવકમાં વાર્ષિક ધોરણે આશરે 1100% નો ગ્રોથ જોવા મળ્યો છે.
3/5
વર્ષ 2002 માં સ્થપાયેલી કેસર લેન્ડ્સ લિમિટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ, રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ, ઈન્ડસ્ટ્રિયલ બિલ્ડિંગ્સ, ફેક્ટરી સ્ટ્રક્ચર્સ અને વર્કશોપ જેવા બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. કંપનીના તમામ પ્રોજેક્ટ્સ "કેસર લેન્ડ્સ" બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવે છે.
4/5
પરિણામોની સાથોસાથ કંપનીના શેરમાં પણ મજબૂત રિટર્ન જોવા મળ્યું છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹3,906 કરોડ છે અને હાલમાં તેના શેરની કિંમત ₹1,250 છે. એક વર્ષ પહેલાં આ સ્ટોકની કિંમત ₹671 હતી, જે વધીને ₹1,250 થતાં રોકાણકારોને 86.28% નો મજબૂત વધારો મળ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ