બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાખો રૂપિયા ખેતરમાં દાટીને ભૂલી ગયો ખેડૂત, વર્ષ પછી કાઢ્યાં તો...બનાવ જાણીને દંગ થઈ જશો
Last Updated: 05:48 PM, 9 August 2026
રાજસ્થાનના બાલોતરા જિલ્લાના એક ખેડૂતને તેની મહેનતની કમાણીની બચાવાની રીત ખૂબ ભારે પડી. હકીકતમાં તેણે પત્ની અને પુત્રોછી છાનું રાખીને 5 લાખ રુપિયા ખેતરમાં દાટ્યાં હતા પરંતુ જ્યારે જરુર પડતાં લેવા ગયો ત્યારે તેનું દિલ ફાટી જાય એવું જોવામાં આવ્યું.
ADVERTISEMENT
5 લાખ ખેતરમાં ખાડો ખોદીને દાટ્યાં
નેવાઈ ગામના ખેડૂત માંગીલાલ મેઘવાલે લગભગ એક વર્ષ પહેલા પોતાની જમીનનો પ્લોટ વેચી દીધો હતો અને તેના બદલામાં તેમને 5 લાખ રૂપિયા મળ્યા હતા. માંગીલાલ પોતાના પરિવાર સાથે પોતાના ખેતરમાં એક કામચલાઉ ઝૂંપડીમાં રહે છે. પોતાનો પ્લોટ વેચ્યા પછી, તેણે પોતાના ખેતરમાં કાયમી ઓરડો બનાવવાનો ઇરાદો રાખ્યો હતો. ચોરી અને બિનજરૂરી ખર્ચથી બચવા માટે, તેમણે 5 લાખ રૂપિયા એક પોલીથીન બેગમાં નાખ્યા અને પોતાના ખેતરમાં ખોદેલા ખાડામાં દાટી દીધા હતા.
ADVERTISEMENT
પત્ની-પુત્રને જાણ ન કરી
5 લાખ દાટ્યાં બાદ માંગીલાલે પત્ની અને પુત્રોને પણ જાણ કરી નહોતી. માંગીલાલ દારુનો બંધાણી છે અને ઘણીવાર વસ્તુઓ ભૂલી જાય છે. થોડા સમય પછી, જ્યારે તેને કાયમી ઓરડો બનાવવા માટે પૈસાની જરૂર હતી, ત્યારે તેને યાદ આવ્યું કે તેણે પૈસા ખેતરમાં ક્યાંક દાટી દીધા હતા. પરંતુ ત્યાં સુધીમાં, તે જગ્યા તે ભૂલી ગયો હતો.
ADVERTISEMENT
પરિવારે 10 વીઘાના ખેતરમાં પૈસા શોધ્યા
માંગીલાલે ખેતરમાં વિવિધ જગ્યાએ જાતે પૈસા શોધ્યા, પણ કોઈ ફાયદો થયો નહીં. તેમને ખબર નહોતી કે 10 એકરના ખેતરમાં પૈસા ક્યાં દટાયેલા છે. વ્યથિત થઈને, તેમણે તેમની પત્ની અને પુત્રોને શું બન્યું તે કહ્યું. શરૂઆતમાં, પરિવારે તેના પર વિશ્વાસ ન કર્યો, પરંતુ પછીથી બધાએ ખેતરમાં વિવિધ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું હતું. પરિવારે ખૂબ શોધખોળ કરી, પણ દટાયેલા પૈસાનો કોઈ પતો ન મળ્યો.
ADVERTISEMENT
વાવણી કરતાં પોલિથીન બેગ મળી
એક વર્ષ પછી, વરસાદની ઋતુ આવી, અને ખેતરોમાં વાવણીની તૈયારીઓ શરૂ થઈ. એક રાત્રે, જમીનમાંથી પૈસા ભરેલી પોલીથીન બેગ બહાર આવી. અંધારાને કારણે, પરિવારને તેની ખબર પડી નહીં. બીજા દિવસે, જ્યારે માંગીલાલની પત્ની અને પુત્ર ખેતરની વાડનું સમારકામ કરી રહ્યા હતા, ત્યારે તેમને બેગ દેખાઈ. જ્યારે પરિવારે પોલીથીન બેગ ખોલી, ત્યારે તેઓ ચોંકી ગયા. અંદર ૫૦૦ રૂપિયાની નોટો હતી, પરંતુ તે ખૂબ જ ખરાબ હાલતમાં હતી. ઉધઈએ નોટો ખાઈ લીધી હતી, અને ઘણી નોટો નાના ટુકડા થઈ ગઈ હતી.
ADVERTISEMENT
બેન્કોએ તૂટેલી નોટો લેવાનો ઈન્કાર કર્યો
ADVERTISEMENT
આમ છતાં, પરિવાર બાકીની નોટો ભેગી કરીને પચપદરામાં આવેલી SBI બેંકમાં ગયો, પરંતુ બેન્કે આવી નોટો લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ પરિવાર બાલતોર સ્થિતિ એસબીઆઈની મુખ્ય શાખામાં ગયો ત્યાં પણ તેમને નિરાશ થવું પડ્યું કારણ કે બેન્ક આવી નોટો લેવાનો ઈન્કાર કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.