બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જો એક નિર્ણય બદલાયો હોત તો આજે દુબઈ ભારતમાં હોત, 1947નો ચોંકાવનારો ઈતિહાસ

વાયરલ / જો એક નિર્ણય બદલાયો હોત તો આજે દુબઈ ભારતમાં હોત, 1947નો ચોંકાવનારો ઈતિહાસ

Published By: Nirav Kumar

Last Updated: 07:54 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદી પહેલાં દુબઈ સહિત ખાડીના વિસ્તારો બ્રિટિશ ભારતના વહીવટ હેઠળ હતા અને કાનૂની રીતે ભારતનો ભાગ માનવામાં આવતા હતા. આવો દાવો ઇતિહાસકાર અને લેખક સેમ ડેલરીમ્પલ દ્વારા કરવામાં આવ્યો છે.

આજે દુબઈને તેની ઊંચી ઇમારતો અને અમીરી માટે ઓળખવામાં આવે છે, પણ તેના ઇતિહાસનો ભારત સાથે એક અનોખો સંબંધ છે. આઝાદી પહેલાં દુબઈ અને ખાડીના બીજા દેશોનું વહીવટ બ્રિટિશ ભારત મારફતે ચલાવવામાં આવતું હતું. જેમાં 1947માં લેવાયેલા એક શાંત નિર્ણયે આ સંબંધને સદંતર બદલી નાખ્યો અને આજે આપણે જે ખાડીનો રાજકીય નકશો જાણીએ છીએ તે તૈયાર થયો. ઇતિહાસકાર અને લેખક સેમ ડેલરીમ્પલના જણાવ્યા અનુસાર, આજના દુબઈ સહિત ખાડીના અમુક વિસ્તારોનું વહીવટ એક સમયે બ્રિટિશ ભારતના ભાગ તરીકે ચલાવવામાં આવતું હતું.

  • અજાણ્યો અધ્યાય

જેની વધુ આશ્ચર્યની વાત એ છે કે આઝાદીના સમયે બ્રિટિશ અધિકારીઓએ થોડા સમય માટે વિચાર્યું હતું કે વિભાજન બાદ આ વિસ્તારો ભારત પાસે રહે કે પાકિસ્તાનનો ભાગ બને. ડેલરીમ્પલે પોતાની પુસ્તક શેટર્ડ લેન્ડ્સ વિશે વાત કરતાં ટ્વિટ્ટર પર આ અજાણ્યા અધ્યાયનો ઉલ્લેખ કર્યો છે.

આ તે સમય પર પ્રકાશ પાડે છે જ્યારે આ વિસ્તારનો રાજકીય નકશો આજના નકશાથી એકદમ અલગ હતો. જેમાં ઘણા દાયકાઓ સુધી ખાડીના મોટા ભાગનું વહીવટ લંડનથી નહીં પણ બ્રિટિશ ભારતીય સામ્રાજ્યના ભાગ તરીકે દિલ્હીથી નિયંત્રિત થતું હતું.

  • “દુબઈ ભારતનો હતું હિસ્સો”

સેમ ડેલરીમ્પલ જણાવે છે કે અદનથી લઈને કુવૈત સુધીના અરબી સંરક્ષિત વિસ્તારો (પ્રોટેક્ટોરેટ્સ)નું શાસન દિલ્હીથી ચાલતું હતું. તેમની દેખરેખ ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ કરતી હતી, સુરક્ષા ભારતીય સૈનિકો સંભાળતા હતા અને તેઓ ભારતના વાઇસરૉય પ્રત્યે રિસ્પોન્સિબલ હતા. 1889ના ઇન્ટરપ્રિટેશન એક્ટ અનુસાર કાનૂની રીતે આ બધા વિસ્તારોને ભારતનો જ ભાગ માનવામાં આવતા હતા.

આ સંબંધો એટલા ઊંડા હતા કે અબુ ધાબી ભારતની રિયાસતોની ઓફિશિયલ યાદીમાં સામેલ હતું અને વાઇસરૉય લોર્ડ કર્ઝને તો ઓમાનને બ્રિટિશ ભારતની રિયાસત જેવો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

  • ભારતીય પાસપોર્ટ થતા હતા ઈશ્યુ

તે વખતના યમનમાં અદન સુધી ભારતીય પાસપોર્ટ ઈશ્યુ થતા હતા. અદન ભારતનું સૌથી પશ્ચિમી બંદર હતું અને બોમ્બે પ્રાંતના ભાગ તરીકે તેનું વહીવટ ચાલતું હતું. ડેલરીમ્પલ એક પોસ્ટમાં જણાવે છે કે, બ્રિટિશ ભારતમાં દરેક વ્યક્તિ ઇન્ડિયન એમ્પાયર પાસપોર્ટ મેળવવાનો હક્કદાર હતો. યમનની એક યહૂદી મહિલાને બાલ્ફોર ઘોષણા બાદ યરૂશલેમ જવા માટે ભારતીય પાસપોર્ટ પર જ જવું પડ્યું હતું, કેમ કે દક્ષિણ યમનમાં જન્મેલી હોવાને કારણે તે કાનૂની રીતે ભારતીય હતી.

  • અરબી યુવાનો પોતાને ભારતીય માનતા હતા

1931માં મહાત્મા ગાંધીએ જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમને જોવા મળ્યું કે અરબમાં ઘણા યુવાનો પોતાને ભારતીય રાષ્ટ્રવાદી માનતા હતા. 1947માં અંગ્રેજો જ્યારે ઉપખંડ છોડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક મહત્વનો પ્રશ્ન ઊભો થયો કે અંગ્રેજી શાસન સમાપ્ત થયા બાદ આ ખાડીના સંરક્ષિત વિસ્તારોનું વહીવટ કોણ સંભાળશે?

  • ભારતે ફગાવ્યો પ્રસ્તાવ

વાસ્તવમાં અંગ્રેજોએ ભાવિ ભારતીય સરકારને ખાડી વિસ્તારની ઓફર કરી હતી પણ સરકારે તેને નકારી કાઢી. ડેલરીમ્પલ જણાવે છે કે બ્રિટિશ અધિકારીઓ વચ્ચે થોડા સમય માટે ચર્ચા ચાલી હતી કે આઝાદ ભારત કે નવા પાકિસ્તાનને પર્શિયન ગલ્ફનું કામકાજ સોંપવું જોઈએ કે નહીં. જોકે આ પ્રસ્તાવને વધારે ટેકો મળ્યો નહીં. તેહરાનમાં બ્રિટિશ મિશનના એક સભ્યે નોંધ્યું હતું કે દિલ્હીના અધિકારીઓ વચ્ચે સ્પષ્ટ સહમતી હતી કે ફારસની ખાડીમાં ભારત સરકારની કોઈ ખાસ રુચિ નથી.

  • જવાબદારી અંગેની ચિંતાઓ

બ્રિટિશ વહીવટમાં આ વિસ્તારની જવાબદારી સોંપવા અંગે પણ ચિંતાઓ હતી. ખાડી વિસ્તારમાં રહેતા વિલિયમ હેએ કહ્યું હતું કે ખાડીના અરબી લોકો સાથે વ્યવહાર કરવાની જવાબદારી ભારતીયો કે પાકિસ્તાનીઓને સોંપવી સ્પષ્ટપણે અનુચિત હોત. આ નિર્ણયે ઇતિહાસની દિશા જ બદલી નાખી. 1 એપ્રિલ 1947ના રોજ (ભારત અને પાકિસ્તાનને આઝાદી મળતાં થોડા મહિના પહેલાં) દુબઈ સહિત ખાડીના સંરક્ષિત રાજ્યોને બ્રિટિશ ભારતથી ઓફિશિયલ રીતે અલગ કરી દેવામાં આવ્યા હતા.

વધુ વાંચો : VIDEO : 'જો ખેલેગા, વો ખીલેગા' PM મોદી કોમનવેલ્થ ગેમ્સના મેડલવીરોને મળ્યાં, 32 સેકન્ડની રીલ બનાવી

પછીથી જ્યારે આ બે નવા દેશોએ સેંકડો રિયાસતોને પોતાનામાં સમાવી લેવાનું શરૂ કર્યું ત્યારે અરબી શેખ-શાસિત રાજ્યો તે પ્રક્રિયાનો ભાગ ન રહ્યા. જો ઘટનાઓ અલગ રીતે બની હોત તો આજે પશ્ચિમ એશિયાનો રાજકીય નકશો ઘણો જ અલગ હોત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sam Dalrymple British India Dubai

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ