બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 10:37 PM, 9 August 2026
1/9
12 ઓગસ્ટે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. ઘણી વાર જોવા મળે છે કે સૂર્યગ્રહણની વાત સાંભળતાં જ લોકો ભયભીત થઈ જાય છે ભલે તે ખગોળીય ઘટના હોય કે કુંડળીમાં સૂર્યગ્રહણની વાત. લોકો અનેક પ્રકારના ભ્રમ અને ભયને મનમાં પાળી લે છે. પરંતુ જ્યાં સુધી તમને ખબર ન હોય કે તમારી કુંડળીમાં ગ્રહણ યોગ બન્યો છે કે દુર્યોગ ત્યાં સુધી કોઈ નિર્ણય ન લો. જેમાં અલગ-અલગ રાશિઓ અને અલગ-અલગ ભાવમાં બનતા ગ્રહણનું ફળ પણ અલગ-અલગ સારું અને ખરાબ – બંને હોઈ શકે છે.
2/9
કુંડળીમાં સૂર્ય અને રાહુની યુતિને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. જ્યારે આ યોગ કોઈ વ્યક્તિની જન્મ કુંડળીના લગ્ન ભાવમાં બને છે ત્યારે તેનો સીધો અસર તેના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક છબી પર પડે છે. આ યોગ એક તરફ જીવનમાં પડકારો લાવે છે તો બીજી તરફ કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં વ્યક્તિને અસાધારણ સફળતા પણ અપાવી શકે છે.
3/9
સૂર્ય આત્મા, આત્મબળ અને પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે રાહુ છાયા ગ્રહ હોવાથી ભ્રમ, મહત્વાકાંક્ષા અને અસામાન્ય વિચારસરણીનું કારણ માનવામાં આવે છે. જ્યારે બંને ગ્રહો એકસાથે લગ્નમાં આવે છે ત્યારે વ્યક્તિના અંદર દ્વંદ્વ ઊભું થાય છે. ઘણી વાર આ યોગ દુર્યોગનું રૂપ લઈ લે છે જેના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો, પિતા સાથેના સંબંધોમાં તણાવ, હાડકાં અને સાંધાની સમસ્યાઓ તથા સમાજમાં માન-સન્માનમાં ઘટાડો જોવા મળે છે.
4/9
જોકે આ અસર દરેક વ્યક્તિ માટે સમાન નથી. ગ્રહણ યોગનું ફળ એ વાત પર નિર્ભર કરે છે કે તે કઈ રાશિમાં અને કયા ભાવમાં બની રહ્યો છે. જો આ યોગ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે. તો અમુક પરિસ્થિતિઓમાં આ જ યોગ વ્યક્તિને ભીડથી અલગ ઓળખ અપાવે છે.
5/9
લગ્નમાં સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ ખાસ કરીને વ્યક્તિના વ્યક્તિત્વને અસર કરે છે. જો સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં રહીને રાહુ સાથે યુતિ કરે તો તે વ્યક્તિના આત્મબળને કમજોર પાડી શકે છે. આવા લોકો નિર્ણય લેવામાં અસમંજસ અનુભવે છે અને બાહ્ય પ્રભાવોથી જલદી પ્રભાવિત થઈ જાય છે. તેનાથી ઉલટું જો સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં રાહુ સાથે સ્થિત હોય તો આ યોગ વ્યક્તિને તીક્ષ્ણ બુદ્ધિ, પરિસ્થિતિ અનુસાર પોતાને અનુકૂળ બનાવવાની ક્ષમતા અને વ્યૂહાત્મક વિચારસરણી આપે છે. આવા લોકો રાજકારણ, મેનેજમેન્ટ અને નેતૃત્વના ક્ષેત્રમાં વિશેષ સફળતા મેળવી શકે છે.
6/9
આ યોગનું એક મહત્વનું પાસું એ પણ છે કે તે વ્યક્તિને પરંપરાગત મર્યાદાઓથી બહાર વિચારવાની પ્રેરણા આપે છે. રાહુનો પ્રભાવ વ્યક્તિને જોખમ લેવા અને નવા માર્ગ અપનાવવા પ્રેરે છે. એટલે જ ઘણી વાર આવા લોકો અચાનક ઉન્નતિ કરે છે અને સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવી લે છે. જોકે તેની સાથે વિવાદ અને આલોચના પણ તેમના જીવનનો હિસ્સો બની શકે છે.
7/9
8/9
તેથી લગ્નમાં સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ જીવનમાં નુકસાન અને ફાયદા બંનેનું સંકેત આપે છે. આ યોગ વ્યક્તિને સંઘર્ષ સાથે-સાથે અવસરો પણ પૂરા પાડે છે. યોગ્ય માર્ગદર્શન, સકારાત્મક વિચારસરણી અને સંતુલિત જીવનશૈલી અપનાવીને તેના દુષ્પ્રભાવો ઘટાડી શકાય છે અને તેના સકારાત્મક પાસાઓનો લાભ લઈ શકાય છે.
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ