બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50,000ની આવક, જાણો NPS શું છે અને કેટલું કરવું પડશે રોકાણ?
10 ફોટો ગેલેરી
Last Updated: 11:04 PM, 9 August 2026
1/10
રિટાયરમેન્ટ બાદ નાણાકીય સ્વતંત્રતા અને જરૂરિયાતો પૂરી કરવા માટે સાચા સમયે સાચી જગ્યાએ રોકાણ કરવું ખૂબ જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) યોજના ચલાવી છે. આ એક સ્વૈચ્છિક અને લાંબા ગાળાની રિટાયરમેન્ટ સ્કીમ છે જે રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી આજીવન નિશ્ચિત પેન્શન અને એકમુશ્ત મોટો ફંડ બનાવવાની તક આપે છે. આ યોજનાનું રેગ્યુલેશન PFRDA દ્વારા થાય છે. શેર બજાર અને બોન્ડના કોમ્બિનેશનને કારણે NPSમાં પરંપરાગત બચત યોજનાઓની સરખામણીમાં સરેરાશ 9%થી 12% રિટર્ન મળે છે.
2/10
જો તમે 60 વર્ષની ઉંમરે 50,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન મેળવવા માંગતા હોવ તો જરૂરી રોકાણ તમારી વર્તમાન ઉંમર પર નિર્ભર કરે છે. જો તમારી ઉંમર 25 વર્ષ હોય અને રોકાણનો સમયગાળો 35 વર્ષનો હોય તો નીચેની રીતે રોકાણ કરવાથી રિટાયરમેન્ટ વખતે એકસાથે 3 કરોડ રૂપિયા અને 50,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન મેળવી શકાય છે.
3/10
4/10
5/10
NPSમાં રોકાણકારો દ્વારા જમા કરાયેલા પૈસાને એક્સપર્ટ ફંડ મેનેજર્સ Equity, સરકારી બોન્ડ (GSec) અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. આ યોજનામાં મેચ્યોરિટીની ઉંમર 60 વર્ષ રાખવામાં આવી છે. રિટાયરમેન્ટ વખતે તમે કુલ જમા ફંડનો 60% ભાગ એકસાથે કાઢી શકો છો, જે આવકવેરા કાયદા હેઠળ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. બાકીનો 40% ભાગ પેન્શન ફંડમાં લોક થાય છે જેમાંથી કોઈ ઇન્શ્યોરન્સ કંપની આજીવન દર મહિને નિશ્ચિત પેન્શન આપે છે.
6/10
NPS યોજના આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ સુધી અને કલમ 80CCD (1B) હેઠળ અલગથી 50,000ની વધારાની ટેક્સ છૂટ મળે છે જેમાં કુલ મળીને 2 લાખ સુધી મળે છે. PFRDA દ્વારા સંચાલિત હોવાથી આ એક પારદર્શક અને સંપૂર્ણ સુરક્ષિત યોજના છે. Tier-I ફરજિયાત પેન્શન ખાતું છે જેમાં રિટાયરમેન્ટ પહેલાં સંપૂર્ણ નિકાસીની મંજૂરી નથી. Tier-II સ્વૈચ્છિક બચત ખાતું છે જેમાં તમે ગમે ત્યારે પૈસા જમા કરી શકો અને જરૂર પડે ત્યારે કાઢી શકો છો. ઘણા લોકોને એવો પણ ભ્રમ છે કે આ યોજના માત્ર સરકારી કર્મચારીઓ માટે છે પણ હકીકત એવી નથી. 18થી 70 વર્ષની ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક પોતાનું NPS ખાતું ખોલાવીને સુંદર ભવિષ્યની શરૂઆત કરી શકે છે.
7/10
8/10
આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને ઈમેઈલ ID, ઓળખ અને સરનામાનો પુરાવો: PAN Card અને આધાર કાર્ડ, સ્કેન ફોટો અને સહી સહીની સ્કેન કોપી (JPEG ફોર્મેટ, 4KBથી 12KB વચ્ચે), બેંક વિગતોનો પુરાવો, પેમેન્ટ માધ્યમ માટે Net Banking, UPI અથવા Debit/Credit Cardની જરૂર પડશે.
9/10
eNPS વેબસાઈટ કે KFintech/CAMS પોર્ટલ પર જાઓ. અહીંયા New Registration પર ક્લિક કરો અને તમારી કેટેગરી (Individual Citizen, Corporate Subscriber અથવા Government Employee) પસંદ કરો. જેમાં ખાતાનો પ્રકાર (Tier Type) પસંદ કરો – Tier I (ફરજિયાત રિટાયરમેન્ટ ખાતું, ટેક્સ છૂટ સાથે) અથવા Tier I & Tier II. બાદમાં આધાર અથવા PAN આધારિત વેરિફિકેશન પસંદ કરો અને OTP દાખલ કરો. પછી પર્સનલ અને બેંક વિગતો ભરો. અને પસંદગીનો પેન્શન ફંડ મેનેજર (PFM) અને Investment Option પસંદ કરો – Auto Choice (ઉંમર મુજબ ઓટો એસેટ એલોકેશન) કે Active Choice. ફોટો, સહી અને Cancelled Cheque અપલોડ કરો. બાદમાં પ્રારંભિક યોગદાન ભરો – Tier I માટે ઓછામાં ઓછા 500 રૂપિયા અને Tier II માટે 1,000 રૂપિયા. આ પેમેન્ટ સફળ થતાં જ 12 અંકનો PRAN તરત જનરેટ થશે. આધાર eSignથી અરજીને ડિજિટલી વેરીફાઈ કરો.
10/10
તમારી નજીકની પોઈન્ટ ઓફ પ્રેઝન્સ સર્વિસ પ્રોવાઈડર બેંક બ્રાંચ કે નાણાકીય સંસ્થાની મુલાકાત લો. અહીંયા કોમન સબસ્ક્રાઇબર રજીસ્ટ્રેશન ફોર્મ મેળવો કે ડાઉનલોડ કરો. આ ફોર્મ ભરો, તમારો પાસપોર્ટ-સાઈઝનો ફોટો લગાવો, સહી કરો અને તમારા PAN, આધાર અને રદ કરાયેલ ચેકની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી જોડો. પછી 500 રૂપિયાના મીનીમમ પ્રારંભિક કોન્ટ્રીબ્યુશનસાથે કાઉન્ટર પર ફોર્મ સબમિટ કરો. તમારા ડોક્યુમેન્ટના વેરીફીકેશન પછી, તમારું PRAN કાર્ડ તમારા નોંધાયેલા સરનામાં પર મોકલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ