બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / કિયારા અડવાણીના બોલ્ડ સીન પર ટ્રોલિંગ, પતિ સિદ્ધાર્થે આપ્યો એવો જવાબ કે સૌ રહી ગયા દંગ"
6 ફોટો ગેલેરી
Last Updated: 09:48 PM, 9 August 2026
1/6
સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની પત્ની અને એક્ટ્રેસ કિયારા અડવાણીના સૌથી મોટા સપોર્ટર બનીને ઉભરી આવ્યા છે. તાજેતરમાં કિયારાની આગામી ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’નો ટ્રેલર રિલીઝ થયા ત્યારબાદ સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પત્નીના કામની જામીને તારીફ કરી. આ સપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ફિલ્મના ટ્રેલરમાં સાઉથ સુપરસ્ટાર યશ સાથેના ઇન્ટિમેટ સીન્સને લઈને સોશિયલ મીડિયા પર કિયારાને ટ્રોલ કરવામાં આવી રહ્યું હતું.
2/6
રવિવાર 9 ઓગસ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી. આ પોસ્ટમાં તેને કિયારાની સખત મહેનત, સમર્પણ અને કામ પ્રત્યેના જુસ્સાની તારીફ કરી હતી. સિદ્ધાર્થે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કિયારાની આ મહેનત જ્યારે મોટા પડદા પર આવશે ત્યારે દરેકને આશ્ચર્ય થશે. તેને સ્પષ્ટ કરી દીધું કે ટ્રોલિંગથી અલગ તે પોતાની પત્નીના કામ પર કેટલો ગર્વ અનુભવે છે.
3/6
સિદ્ધાર્થે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “મહેનત, લગન અને જુસ્સો... આ બધું મોટા પડદા પર સ્પષ્ટ દેખાશે. કી (Ki), આ તારી સૌથી બેસ્ટ ફિલ્મોમાંની એક બનવાની છે. ડિરેક્ટર ગીતુ મોહનદાસ, યશ, તમે અને આખી ટીમે મળીને જે જાદુ બનાવ્યો છે, તે જોવાનું હવે વધુ રાહ જોવાતું નથી. આખી Toxic ટીમને મારી તરફથી ઢગલાબંધ શુભેચ્છાઓ. 26 ઓગસ્ટની બેસબ્રીથી રાહ જોઉં છું.”
4/6
કિયારા માટે સિદ્ધાર્થનો આ સપોર્ટિવ મેસેજ ખૂબ મહત્વનો છે, કારણ કે ટ્રેલર આવ્યા પછીથી જ તેમના અને યશના ઓન-સ્ક્રીન ઇન્ટિમેટ સીન્સને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઇન્ટરનેટના એક વર્ગે બંનેની કેમિસ્ટ્રી અને બોલ્ડ સીન્સને લઈને કિયારાને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. આવા માહોલમાં સિદ્ધાર્થે જાહેરમાં આગળ આવીને પોતાની પત્નીનું હૌસલો વધાર્યો છે.
5/6
માત્ર સિદ્ધાર્થ જ નહીં, પણ ફિલ્મના લીડ એક્ટર યશે પણ શનિવારે બેંગલુરુમાં યોજાયેલા ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન કિયારાનો બચાવ કર્યો. જ્યારે યશને કિયારા પર થઈ રહેલી ટીકાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ફિલ્મમાં કિયારાનું પાત્ર ખૂબ ઊંડું છે અને લોકોએ ટ્રેલરમાં જે જોયું છે તે માત્ર એક નાનકડી ઝલક છે. યશે કિયારાની તારીફ કરતાં તેમને ખુબ સપોર્ટિવ એક્ટર ગણાવ્યા અને કહ્યું કે તેમને આ રોલ માટે દિવસ-રાત મહેનત કરી છે.
6/6
- યશ ટ્રોલિંગ પર પોતાનો મત વ્યક્ત કરતાં યશે વધુમાં કહ્યું, “એક આર્ટિસ્ટ તરીકે તમારે અનેક પ્રકારની વાતો સાંભળવી પડે છે, પણ તમારે આ બધાની પરવા કર્યા વગર તે કામ પર ફોક્સ કરવું જોઈએ જેમાં તમે વિશ્વાસ રાખો છો. જ્યારે ફિલ્મ સામે આવશે ત્યારે લોકો પોતે જ તમારા કામની તારીફ કરશે. વાત માત્ર એટલી છે કે અમે આપણી વિચારસરણીમાં સમયથી થોડા આગળ ચાલી રહ્યા છીએ.”
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ