બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ઘર ગીરવે મૂક્યું, લોન લીધી, લંડનની લાલચે ગાંધીનગરના યુવકે 24 લાખ ગુમાવ્યા, આપઘાતનો પ્રયાસ
Last Updated: 09:35 PM, 8 August 2026
ગાંધીનગરના સેક્ટર-24ના હરસિદ્ધનગરમાં રહેતા અને સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ નાયીને લંડન જવાનો મોહ ખૂબ ભારે પડ્યો અને તેણે લાખો રુપિયા ગુમાવાનો વારો આવ્યો. વિઝા એજન્ટે વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી લાખો રુપિયા પડાવ્યાં હતા.
ADVERTISEMENT
ઘર ગિરવે મૂકી, લોન લીધી
લંડન જવાની વાતમાં યુવક આવી ગયો અને તેણે પૈસાની વ્યવસ્થા કરવા માટે ઘર ગીરવે મૂક્યું અને લોન લીધી હતી અને આ રીતે એજન્ટને પૈસા ચુકવ્યા હતા.
ADVERTISEMENT
લાંબા સમય વીતી જવા છતાં વીઝા ન મળ્યાં
આ પછી યુવક રાહ જોઈને બેઠો હતો પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તેને લંડનના વિઝા મળ્યાં નહોતા. આ બાજુ લોનના હપ્તા અને વ્યાજના ભારથી યુવક આર્થિક સંકટમાં મુકાયો હતો. તેને ભાન થયું કે તેની પાસે છેતરપિંડી થઈ ચૂકી છે.
ADVERTISEMENT
ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ
આ પછી યુવકે આર્થિક સંકડામણમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ADVERTISEMENT
ઘટનાસ્થળેથી હસ્તલિખિત નોટ મળી
ADVERTISEMENT
યુવક પાસેથી એક હસ્તલિખિત નોટ મળી છે જેમાં તેણે 3 લોકો પર છેતરપિંડીના આક્ષેપ કર્યાં છે. પોલીસ દ્વારા નોટના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.