બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:36 PM, 8 August 2026
ગોંડલમાં 40 વર્ષીય પરણિતા નિમિશા ઘેટીયાએ પોતાના ઘેર જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પાછળનું કારણ ડિજિટલ ફ્રોડ છે. મૃતક મહિલાના પતિનું કહેવું છે કે તેમની પત્ની ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યાં હતા અને અજાણ્યા લોકો તેમને રુપિયા આપવાનું દબાણ કરતા હતા.
ADVERTISEMENT
સોનાના દાગીના ગીરવે મૂકી 2 લાખની લોન લીધી
તેણે સોનાના દાગીના ગીરવે મૂકી 2 લાખની લોન લીધી હતી, પતિએ કહ્યું કે લોનના રૂપિયા અજાણ્યા શખ્સને ઓનલાઇન ટ્રાંસફર કર્યા હતા. લોનના રૂપિયા અલગ અલગ સમયે અજાણ્યા શખ્સને આપ્યાં હતા.
ADVERTISEMENT
ગાંધીનગરમાં યુવકે 24 લાખ ગુમાવ્યાં
ગાંધીનગરના સેક્ટર-24ના હરસિદ્ધનગરમાં રહેતા અને સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ નાયીને લંડન જવાનો મોહ ખૂબ ભારે પડ્યો અને તેણે લાખો રુપિયા ગુમાવાનો વારો આવ્યો. વિઝા એજન્ટે વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી લાખો રુપિયા પડાવ્યાં હતા.
ADVERTISEMENT
ઘર ગિરવે મૂકી, લોન લીધી
લંડન જવાની વાતમાં યુવક આવી ગયો અને તેણે પૈસાની વ્યવસ્થા કરવા માટે ઘર ગીરવે મૂક્યું અને લોન લીધી હતી અને આ રીતે એજન્ટને પૈસા ચુકવ્યા હતા. આ પછી યુવક રાહ જોઈને બેઠો હતો પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તેને લંડનના વિઝા મળ્યાં નહોતા. આ બાજુ લોનના હપ્તા અને વ્યાજના ભારથી યુવક આર્થિક સંકટમાં મુકાયો હતો. તેને ભાન થયું કે તેની પાસે છેતરપિંડી થઈ ચૂકી છે.
ADVERTISEMENT
ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ
ADVERTISEMENT
આ પછી યુવકે આર્થિક સંકડામણમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવક પાસેથી એક હસ્તલિખિત નોટ મળી છે જેમાં તેણે 3 લોકો પર છેતરપિંડીના આક્ષેપ કર્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.