બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચેતજો! ગુજરાતમાં ભયાનક બની આ જીવલેણ બીમારી, એક વર્ષમાં 43 હજારથી વધુ લોકોના મોત
Last Updated: 05:53 PM, 6 August 2026
ગુજરાતમાં એક મોટી બીમારી પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. કહેવાય છે કે જેને થાય તેનું મોત નક્કી હોય છે પરંતુ વેળાસર પગલાં ભરવાથી તેમાંથી બચાવ થઈ શકે છે. રાજ્યમાં હવે કેન્સર ગંભીર રોગ બનતો હોય તેવા ચોંકવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કેન્સરના વધતા કેસો અને મૃત્યુઆંકને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 43 હજારથી વધુ લોકોના કેન્સરના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના કેસોમાં અંદાજે 10 ટકાનો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
2025માં 79 હજાર કેન્સરના નવા કેસ
ગુજરાતમાં કેન્સર હવે ગંભીર જાહેર આરોગ્ય પડકાર બની રહ્યો છે. વર્ષ 2025ના અંદાજ મુજબ રાજ્યમાં આશરે 79 હજાર નવા કેન્સરના કેસ નોંધાયા, જ્યારે 43 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે. દરરોજ સરેરાશ 217 નવા કેસ અને 119 મૃત્યુ નોંધાઈ રહ્યા હોવાનું આંકડા દર્શાવે છે. કેન્સરની બીમારીથી લોકો જિંદગી ગુમાવી રહ્યા છે તેમજ અનેક પરિવારનો માળો વીંખાઈ રહ્યો છે...
ADVERTISEMENT
વર્ષ 2022
ADVERTISEMENT
વર્ષ 2023
ADVERTISEMENT
કેસો 75290
મૃત્યુ 41408
ADVERTISEMENT
વર્ષ 2024
1.કેસો 77105
ADVERTISEMENT
2.મૃત્યુ 42465
વર્ષ 2025
1.કેસો 79217
2.મૃત્યુ 43779
પાંચ વર્ષમાં કેન્સરમાં 10 ટકાનો વધારો
2021ની સરખામણીએ છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના કેસ અને મૃત્યુઆંકમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. કેન્સરથી થતા મૃત્યુના મામલે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. રાજકોટ સહીત ગુજરાતની સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલના આંકડા મુજબ પુરુષોમાં મોઢાનું કેન્સર અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. રાજ્યની આ હોસ્પિટલમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે.
કેન્સરથી કેવી રીતે બચવું
કેન્સરના નિષ્ણાત તબીબોનું કહેવું છે કે સમયસર સ્ક્રીનિંગ, તમાકુથી દૂર રહેવું, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને વહેલું નિદાન કરાવવાથી કેન્સરના જોખમને ઘટાડવામાં અને સારવારના પરિણામોમાં સુધારો લાવી શકાય છે. ત્યારે લોકોમાં કેન્સરને લઈને ક્યારે જાગૃતતા આવશે તે જોવું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.