બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અતિશુભ નવપંચમ રાજયોગ બનતા સૂર્ય-શનિના પ્રભાવથી આ 4 રાશિઓને થશે જબરદસ્ત ધનલાભ

photo-story

5 ફોટો ગેલેરી

Navpancham Rajyog 2026 / અતિશુભ નવપંચમ રાજયોગ બનતા સૂર્ય-શનિના પ્રભાવથી આ 4 રાશિઓને થશે જબરદસ્ત ધનલાભ

Last Updated: 08:47 AM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Navpancham Rajyog 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને તેમની વચ્ચે બનતા ખૂણાઓનું વિશેષ મહત્વ છે. 'દ્રિક પંચાંગ' અનુસાર, 7 ઓગસ્ટ 2026ના રોજ સૂર્ય અને શનિ એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા પર સ્થિત હશે. ગ્રહોની આ વિશિષ્ટ ગોઠવણ જેને 'ત્રિ-એકાદશ' અથવા 'નવ-પંચમ યોગ' તરીકે ઓળખવામાં આવે છે, તેને જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ અને સૌભાગ્યદયકારી માનવામાં આવે છે.

1/5

photoStories-logo

1. નવ-પંચમ યોગનું થશે નિર્માણ

જોકે સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે, તેમ છતાં સામાન્ય રીતે તેઓ એકબીજાના વિરોધી માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ બંને ગ્રહો 120 ડિગ્રીના 'નવ-પંચમ' યોગમાં આવે છે, ત્યારે તેમની નકારાત્મક અસર નિષ્ક્રિય થઈ જાય છે અને આ સંયોગ અપાર સફળતા, હોદ્દો, પ્રતિષ્ઠા અને પુષ્કળ સંપત્તિ પ્રદાન કરે છે. આવો જાણીએ કે, 7 ઓગસ્ટે રચાઈ રહેલા આ 'નવ-પંચમ યોગ'ને કારણે કઈ ચાર રાશિઓના ભાગ્ય બદલાવા જઈ રહ્યા છે:

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે, આ 'નવ-પંચમ યોગ' તમારી કારકિર્દી અને સામાજિક જીવનમાં નવા આયામો ઉમેરશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા મનપસંદ સ્થળે બદલી થવાની પ્રબળ શક્યતા છે. તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા સરકારી કામકાજ કે કાગળની કાર્યવાહી હવે ઝડપથી પૂર્ણ થશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા પહેલાં કરતાં વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સિંહ રાશિ

સૂર્યએ સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે. સૂર્ય અને શનિ વચ્ચેની આ 'નવ-પંચમ' સ્થિતિ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. વેપાર-ધંધા સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટી ડીલ મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં નોંધપાત્ર આર્થિક લાભ થઈ શકે છે. કાનૂની બાબતો તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે અથવા તમને પૈતૃક સંપત્તિ દ્વારા ધનલાભ થઈ શકે છે. બાકી નીકળતી રકમની વસૂલાત થવાથી તમારા બેંક બેલેન્સમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે ગ્રહોની આ સ્થિતિ આવક અને સૌભાગ્યના નવા દ્વાર ખોલશે. તમને આવકના એકથી વધુ સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી કોઈપણ આર્થિક મુશ્કેલીઓ કાયમી ધોરણે દૂર થઈ જશે. જો તમે શેરબજાર, જમીન કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય તમારા માટે અત્યંત શુભ છે. ઘરના ચાલતા ઝઘડા કે મતભેદોનો ઉકેલ આવશે અને પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની આ 'નવ-પંચમ' સ્થિતિ તમારી બુદ્ધિ અને પરાક્રમમાં વૃદ્ધિ કરશે. જે વ્યક્તિઓ નવી નોકરી શોધી રહ્યા છે અથવા નોકરી બદલવા માંગે છે, તેમને કોઈ પ્રતિષ્ઠિત કંપની તરફથી આકર્ષક પેકેજ સાથેની ઓફર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. કામ કે અભ્યાસના હેતુથી વિદેશ જવાની પ્રયત્ન સફળ થઈ શકે છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

navpancham rajyog 2026 surya shani yuti benefits lucky zodiac signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ