બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Airtel યુઝર્સને ઝટકો! ₹299નો સૌથી સસ્તો Unlimited પ્લાન બંધ, હવે ₹50 વધુ ખર્ચવા પડશે

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / Airtel યુઝર્સને ઝટકો! ₹299નો સૌથી સસ્તો Unlimited પ્લાન બંધ, હવે ₹50 વધુ ખર્ચવા પડશે

Last Updated: 09:29 AM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Airtel Unlimited Prepaid Plan: જો તમે અગાઉ Airtelનો 299 રુપિયાનો અનલિમિટેડ પ્લાન વાપરતા હોય, તો તે હવે ઉપલબ્ધ નથી. તેના બદલે 349 રુપિયાનો પ્લાન સૌથી સસ્તો અનલિમિટેડ વિકલ્પ બની ગયો છે.

1/5

photoStories-logo

1. અનલિમિટેડ પ્રીપેડ રિચાર્જ પ્લાન

ટેલિકોમ કંપની એરટેલે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સર્કલ્સમાં તેનો સૌથી સસ્તો અનલિમિટેડ પ્રીપેડ રિચાર્જ પ્લાન 299 બંધ કરી દીધો છે. કંપનીએ તેની અધિકૃત વેબસાઇટ અને 'એરટેલ થેન્ક્સ' એપ પરથી પણ 299 રુપિયાવાળો આ પ્લાન હટાવી લીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. અનલિમિટેડ રિચાર્જ વિકલ્પ

સોશિયલ મીડિયા પર એક ટિપસ્ટરે આ દાવો કર્યો છે. આ ફેરફાર બાદ 349 રુપિયાનો પ્લાન હવે એરટેલનો સૌથી સસ્તો અનલિમિટેડ રિચાર્જ વિકલ્પ બની ગયો છે. આ નવા ફેરફારને કારણે, ગ્રાહકોએ અનલિમિટેડ પ્લાન માટે અગાઉ કરતાં 50 રુપિયા વધુ ખર્ચવા પડશે. જોકે, આ અહેવાલ લખતી વખતે 299 રુપિયાનો પ્લાન હજુ પણ વેબસાઇટ પર ઉપલબ્ધ હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 299 રુપિયામાં શું મળશે ફાયદો?

ટિપ્સ્ટર એ 'X' પર દાવો કર્યો છે કે, એરટેલે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સર્કલ્સમાં તેનો લોકપ્રિય 299 રુપિયાનો પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળતી હતી અને તેમાં અનલિમિટેડ લોકલ તથા STD કોલિંગ, દરરોજ 1GB હાઈ-સ્પીડ 4G/5G ડેટા અને દરરોજ 100 SMSની સુવિધાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, પ્લાનમાં ફ્રી 'હેલો ટ્યુન્સ' અને 'Perplexity Pro AI'નું સબ્સ્ક્રિપ્શન પણ સામેલ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 349 અને 399 રુપિયાના પ્લાનમાં શું મળશે ?

299 રુપિયાનો પ્લાન બંધ થવાથી, હવે 349 રુપિયાનું રિચાર્જ એરટેલનો સૌથી સસ્તો અનલિમિટેડ પ્લાન બની ગયો છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. આ ઉપરાંત, ગ્રાહકોને 6 મહિનાનું મફત એપલ મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન, એરટેલ હેલો ટ્યૂન અને 12 મહિનાનું એડોબી એક્સપ્રેસ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. બીજી તરફ 399 રુપિયાના પ્લાનમાં આ તમામ લાભો તો મળે જ છે, પરંતુ તેમાં દરરોજ 2.5GB ડેટા મળે છે, સાથે જ તેમાં 28 દિવસનું જિયો હોટસ્ટાર મોબાઈલ સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 579 અને 619 રુપિયાવાળો પ્લાન પર પણ ચર્ચા

એરટેલે ગયા વર્ષે ઓગસ્ટમાં તેના 249 રુપિયાના પ્રીપેડ પ્લાનની કિંમત વધારીને 299 રુપિયા કરી હતી. હવે, લગભગ એક વર્ષ પછી આ પ્લાન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન, ટિપસ્ટરએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સર્કલ્સમાં 579 રુપિયા અને 619 રુપિયાના પ્રીપેડ પ્લાન પણ હટાવી લેવામાં આવ્યા છે. જોકે, હાલમાં કંપનીની અધિકૃત વેબસાઇટ પર કેટલાક વિસ્તારોમાં આ પ્લાન ઉપલબ્ધ હોય તેવું જણાય છે અને એરટેલે હજુ સુધી તે અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Cheapest Recharge Plan Unlimited Prepaid Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ