બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિવાદ વચ્ચે માર્ક ઝકરબર્ગે માંગી માફી: સ્વીકાર્યું કે કન્ટેન્ટ બૂસ્ટ કરવા માટે મળ્યા હતા પૈસા

નેશનલ / વિવાદ વચ્ચે માર્ક ઝકરબર્ગે માંગી માફી: સ્વીકાર્યું કે કન્ટેન્ટ બૂસ્ટ કરવા માટે મળ્યા હતા પૈસા

Published By: Pravin Joshi

Last Updated: 08:23 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટા (Meta) ના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના પ્લેટફોર્મ્સ પર ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) અને ડીપફેક કન્ટેન્ટ દર્શાવવા અને તેને પ્રોત્સાહન આપવા બદલ કેન્દ્ર સરકાર સમક્ષ માફી માંગી છે.

ફેસબુકની પેરન્ટ કંપની 'મેટા' ના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના પ્લેટફોર્મ્સ પર દર્શાવવામાં આવી રહેલા ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ (CSAM) અને ડીપફેક કન્ટેન્ટ અંગે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે સત્તાવાર માફી માંગી છે. આ માફીનામું એવા સમયે સામે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ ભારત સરકાર અને મેટાના અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

કન્ટેન્ટ બૂસ્ટ કરવા માટે મળ્યા હતા પૈસા

એએનઆઈના અહેવાલ અનુસાર, મેટા ચીફે પોતાના માફીનામામાં એ વાતનો સ્પષ્ટ સ્વીકાર કર્યો છે કે ચોક્કસ પ્રકારના કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા (બૂસ્ટ કરવા) માટે મોટી રકમ ચૂકવવામાં આવી હતી. તેમણે આ ભૂલ બદલ ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર ઝકરબર્ગની આ માફીથી સંતુષ્ટ નથી અને આ મામલે ટૂંક સમયમાં જ મેટાના અધિકારીઓને ફરીથી સમન્સ પાઠવીને બોલાવવામાં આવશે.

'સેફ હાર્બર' પ્રોટેક્શન લાગુ નહીં થાય

અહેવાલ મુજબ ભારત સરકારે મેટા ચીફને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તેઓ માત્ર એક મધ્યસ્થ (Intermediary) ની ભૂમિકામાં આવતા નથી. કયા વપરાશકર્તાને કયું કન્ટેન્ટ અને કેવી રીતે બતાવવું તે મેટા પોતે જ નક્કી કરે છે. આથી, IT એક્ટ હેઠળ મળતી 'સેફ હાર્બર' (સુરક્ષા) ની સુવિધા મેટા પર લાગુ થશે નહીં.

આ પણ વાંચોઃ નેશનલ / Old Monk અને Royal Challengeના કેટલાક વેરિઅન્ટ્સ પર બેન! FSSAIના લેબ ટેસ્ટમાં સામે આવ્યું મોટું કારણ

સંસદીય સમિતિની કડક કાર્યવાહી

આ પહેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હટાવવા અંગે પણ ઝકરબર્ગને 3 દિવસની અંદર માફી માંગવા માટે આદેશ આપ્યો હતો. આ જ સમિતિએ મેટાના ગ્લોબલ અધિકારીઓ સાથેની બેઠકમાં CSAM અને ડીપફેક અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર તપાસ એક અહેવાલ સાથે પણ જોડાયેલી છે, જેમાં બહાર આવ્યું હતું કે મેટાના પ્લેટફોર્મ્સ પર બાળકોના શારીરિક શોષણ સાથે જોડાયેલી આશરે 30 જેટલી જાહેરાતો (Ads) ચલાવવામાં આવી રહી હતી. આ અંગે ભારતીય એજન્સીઓને જાણ કરાયા બાદ મેટા પાસેથી સત્તાવાર જવાબ માંગવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meta Deepfake MarkZuckerberg

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ