બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 8 વર્ષ પછી બોલિવૂડમાં પ્રીતિ ઝિન્ટાનું ગ્રાન્ડ કમબેક: કેમેરા સામે ધ્રૂજી ઉઠી હતી અભિનેત્રી
5 ફોટો ગેલેરી
Last Updated: 06:11 PM, 5 August 2026
1/5
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા 8 વર્ષ બાદ પોતાની નવી ફિલ્મ 'બંટવારા 1947' થી સિનેમાજગતમાં પુનરાગમન કરી રહી છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજન અને પંજાબના ભાગલાની પીડાદાયક વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં પ્રીતિ અને સની દેઓલ ફરી એક સાથે જોવા મળશે. આ પહેલા બંને 'ફર્ઝ', 'ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય' અને 'ભૈયાજી સુપરહિટ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.આ ફિલ્મ દ્વારા 25 વર્ષ પછી આમિર ખાન અને પ્રીતિ ઝિન્ટા પણ એક પ્રોજેક્ટ સાથે જોડાયા છે. જોકે, આમિર ખાન આ ફિલ્મમાં અભિનય કરવાને બદલે નિર્માતા (Producer) તરીકે જોડાયેલા છે.
2/5
પ્રીતિએ ખુલાસો કર્યો હતો કે તેને લાંબા સમયથી ફિલ્મોની ઓફર મળી રહી હતી, પરંતુ તે કોઈ પ્રોજેક્ટ માટે તૈયાર થતી નહોતી. ત્યારે આમિર ખાનનો ફોન આવ્યો હતો. જ્યારે ખબર પડી કે ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે, ત્યારે તેણે વાર્તા સાંભળવાનું નક્કી કર્યું. પ્રીતિએ પહેલાં જ આમિરને ના પાડી દીધી હતી કે તે અત્યારે ફિલ્મો નથી કરી રહી, પણ આમિરે સ્ક્રિપ્ટ સાંભળવાનો આગ્રહ રાખ્યો. ફિલ્મનો છેલ્લો સંવાદ (ડાયલોગ) સાંભળીને પ્રીતિ ભાવુક થઈ ગઈ અને તરત જ હા પાડી દીધી.
3/5
4/5
લાંબા બ્રેક પછી કેમેરા સામે આવવું પ્રીતિ માટે સરળ નહોતું. તેણે જણાવ્યું કે, વિદેશથી ફ્લાઇટમાંથી ઉતરીને તરત જ તેના સામાન આવ્યા વગર લુક ટેસ્ટ થયો અને બીજા જ દિવસે શૂટિંગ શરૂ થઈ ગયું. પહેલા જ દિવસે ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ અઘરા સીન્સનું શૂટિંગ રાખ્યું હતું, જેથી પ્રીતિ નર્વસ થઈ ગઈ હતી. તે સમયે સની દેઓલે તેને શાંત પાડી હતી અને પ્રોત્સાહિત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ