ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / રડતાં-રડતાં ખાટુ શ્યામને કરી પ્રાર્થના, 2 દિવસમાં હટેલું ગીત પાછું આવ્યું; સિંગર બોલી- ‘આ ચમત્કાર છે!’
Last Updated: 12:19 PM, 5 August 2026
ADVERTISEMENT
વનિતા પાંડે મ્યુઝિકની દુનિયામાં જાણીતું નામ છે. તે એક શાનદાર સિંગર અને એક્ટ્રેસ છે. અનેક મુશ્કેલીઓ પાર કરીને તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સંકટના સમયે તેમને ખાટુ શ્યામ બાબાનો સહારો મળ્યો અને તેમની નૈયા પાર થઈ હતી. એક ઈન્ટરવ્યૂમાં તેને ખાટુ શ્યામ બાબા સાથે જોડાયેલી હૃદયસ્પર્શી વાત કહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક પોડકાસ્ટમાં તેને જણાવ્યું કે ‘પલ્લો લટકે’ ગીતના સમયે મારા જીવનમાં એક મોટી મુશ્કેલી આવી હતી. આ ગીત રિલીઝ થયા બાદ હટાવી દેવામાં આવ્યું હતું. કોઈએ ગીત વિશે ફરિયાદ કરી હતી અને તેને દૂર કરી દેવામાં આવ્યું. મેં વિચાર્યું કે કોઈ વાંધો નથી, હટી ગયું હોય તો આપણે ફરીથી અપલોડ કરી દઈશું. પણ કહે છે ને કે ભગવાન જ કંઈ કરે છે. અમે રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી બહાર નીકળી રહ્યા હતા. મેં યુટ્યુબને ફોન સાથે કનેક્ટ કરેલું હતું. ત્યાં જ એક ભજન વાગ્યું – ‘તીન બાણ કે ધારી તીનોં બાણ ચલાઓ ના. મુશ્કિલ મેં હૈ દાસ તેરા. અબ જલ્દી આઓ ના.’
ADVERTISEMENT
વનિતા કહે છે કે તે ભજન સાંભળીને હું રડવા લાગી. મેં ખાટુ શ્યામ બાબાને કહ્યું કે તમારે મારી મદદ કરવી જ પડશે. મને ખબર નથી કે કેવી રીતે પણ તમે જ કરો અને તમે જ કરો. તમને વિશ્વાસ નહીં થાય બે દિવસમાં તે વ્યક્તિએ મારી પાસે માફી માંગી અને મારું ગીત સ્પોટિફાય પર પાછું આવી ગયું. તે પછી અમે ખાટુ શ્યામમાં શુક્રાના કરવા ગયા.
ADVERTISEMENT
વનિતાની આ વાત સાંભળીને વીડિયો જોનારા શ્રદ્ધાળુઓ પણ ભાવુક થઈ ગયા. દરેક કોમેન્ટમાં ખાટુ શ્યામ બાબાની જય-જયકારા કરી રહ્યા છે.
ADVERTISEMENT
વનિતા પાંડે માત્ર સિંગર જ નહીં, એક્ટ્રેસ પણ છે. તેને ફોક અને ભક્તિ ગીતો દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે. તેને પોતાના કરિયરને નવી દિશા આપીને મ્યુઝિક અને પરફોર્મન્સની દુનિયામાં પોતાનું સ્થાન મેળવ્યું છે. તેમના ગીતોમાં લોકસંગીત, ભક્તિ અને આધુનિક પ્રસ્તુતિનું સુંદર મિશ્રણ જોવા મળે છે. ‘પલ્લો લટકે’ જેવા ગીત બાદ તે વધુ ચર્ચામાં આવી હતી. તેની આ જર્ની એવા કલાકારો માટે પ્રેરણા છે, જેઓ જીવનના કોઈ પણ તબક્કે નવી પ્રતિભા સાથે આગળ વધે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT