ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ફિલ્મ ‘ગજની’ ફેમ પ્રદીપ રાવતનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર, જાણો કારણ

બ્રેકિંગ / ફિલ્મ ‘ગજની’ ફેમ પ્રદીપ રાવતનું નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર, જાણો કારણ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:14 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News : "ગજની" અને "લગાન" જેવી ફિલ્મોમાં તેમના દમદાર અભિનય માટે જાણીતા પ્રદીપ રાવતનું અવસાન થયું છે. તેમના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઇ છે.

ADVERTISEMENT

Pradeep Rawat passes away : "ગજની" અને "લગાન" જેવી ફિલ્મોમાં તેમના દમદાર અભિનય માટે જાણીતા પ્રદીપ રાવતનું અવસાન થયું છે. તેમના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર છવાઇ છે. સોનુ સૂદ અને અન્ય સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

બોલિવૂડમાંથી એક ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મો "ગજની" અને "લગાન" માં તેમના દમદાર અભિનય માટે ઓળખ મેળવનારા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઇંડસ્ટ્રી અને ચાહકો બંનેને ખૂબ આઘાત લાગ્યો છે. પ્રદીપ રાવતના નિધન બાદ સોશિયલ મીડિયા પર શોકની લહેર છવાઇ ગઈ છે. ઘણા ફિલ્મ સ્ટાર્સે તેમને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી છે.

બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા

પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ મીડિયા સાથેની વાતચીતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ થોડા મહિના પહેલા કેન્સર પાછું આવ્યું. તેઓ છેલ્લા બે મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા, અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત બગડતી ગઈ હતી. તેમણે આખરે મંગળવારે સાંજે અંતિમ શ્વાસ લીધા. તેમના પરિવારના જણાવ્યા મુજબ તેમના અંતિમ સંસ્કાર બુધવારે થવાની સંભાવના છે.

સોનુ સૂદે કહ્યું, "તમે હંમેશા યાદ આવશો"

અભિનેતા સોનુ સૂદે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રદીપ રાવતનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરીને લખ્યું, "પ્રદીપ રાવત ભાઈ, તમારી કમી હંમેશા મહેસુસ થશે." તેમણે તેની સાથે તૂટેલા દિલ અને હાથ જોડેલી ઇમોજી પણ લગાવ્યા.

ટીવી અભિનેતા આયુષ્પાલ શર્માએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રદીપ રાવતને યાદ કર્યા, તેમને "ગજની" ના ગજની અને "લગાન" ના દેવા તરીકે યાદ કર્યા.

VTV Digital 1

આ પણ વાંચોઃ મનોરંજન / આવી ગયો 'Bigg Boss 20'નો પ્રોમો, જાણો ક્યારથી શરૂ થશે સલમાનનો શો

વિલનના રોલમાં એક અલગ ઓળખ બનાવી

પ્રદીપ રાવત માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ તેમની દમદાર હાજરી માટે જાણીતા હતા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન ઘણા યાદગાર નેગેટિવ કિરદાર નિભાવ્યા અને પડદા પર પોતાની એક અનોખી ઓળખ સ્થાપિત કરી હતી.

આમિર ખાનની "ગજની" માં તેમની ભૂમિકા આજે પણ દર્શકો દ્વારા યાદ કરવામાં આવે છે. તેમણે "લગાન" માં તેમના અભિનયથી પણ કાયમી છાપ છોડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pradeep Rawat passes away Pradeep Rawat fame actor

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ