બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'શહેરમાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે તેની મને ખબર છે' વડોદરાની તમન્ના સૈયદનો વીડિયો વાયરલ
Last Updated: 06:44 PM, 5 August 2026
વડોદરાની મુસ્લિમ યુવતી તમન્ના સૈયદનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એવું કહેતી જોવા મળી રહી છે શહેરમાં ક્યાં ક્યાં ડ્રગ્સ મળે છે તેની તેને ખબર છે. વાયરલ વીડિયોમાં યુવતી એવું કહેતી જોવા મળી રહી છે કે મને વિગતો મોકલનાર વ્યક્તિનું કહેવું હતું કે, જો કોઈને રંગેહાથ પકડવો હોય તો રૂ. 100 આપીને મોકલવાથી ટેબ્લેટ વેચવાવાળો પકડાઈ જાય, રૂ. 200 આપીને મોકલવાથી ચરસ-ગાંજાવાળો પકડાઈ જાય અને રૂ. 250 આપીને મોકલવાથી એમ.ડી. ડ્રગ્સ વેચવાવાળો વ્યક્તિ સ્થળ પર જ રંગેહાથ ઝડપાઈ શકે છે.
ADVERTISEMENT
કયા વિસ્તારમાં ડ્રગ્સ વેચાતા હોવાનો દાવો
યુવતીનો દાવો છે કે વડોદરાના ફતેગંજ, નિઝામપુરા, નવાયાર્ડ, રામવાડી ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યાં છે. યુવતીએ પોતાની પાસે માહિતી આવે છે તો પોલીસ પાસે નહીં આવતી હોય? તેવો સવાલ પણ ઉઠાવ્યો
ADVERTISEMENT
પોલીસની ઊંઘ ઉડી
વાયરલ વીડિયો બાદ પોલીસની પણ ઊંઘ ઉડી છે. પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતમાં 13,600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ADVERTISEMENT
નશાના નાશના દાવા વચ્ચે ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 13,600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. 5346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.