બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આગામી 7 દિવસ ભારે વરસાદનો કહેર! UP-બિહાર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન એલર્ટ / આગામી 7 દિવસ ભારે વરસાદનો કહેર! UP-બિહાર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ

Last Updated: 08:20 AM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશભરમાં ચોમાસાની ગતિ હાલમાં સામાન્ય કરતાં ધીમી છે અને અત્યાર સુધી વરસાદની ગતિ 12 ટકા નોંધાઈ છે. જોકે, બુધવારે સવારે દિલ્હી-એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની લાક્ષણિકતા સમાન હળવા અને સતત ઝરમર વરસાદ સાથે દિવસની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ, પૂર્વ ભારત અને દક્ષિણના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD) દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તેલંગાણા સહિતના અનેક રાજ્યો પર નજર છે. વિભાગે ઉત્તર પ્રદેશના 50 જિલ્લાઓમાં જેમાં રાજધાની લખનઉ તેમજ રાજ્યના પૂર્વીય અને પશ્ચિમી વિસ્તારોનો સમાવેશ થાય છે. બુધવારથી શુક્રવાર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત, લગભગ 36 જિલ્લાઓમાં 40 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા જોરદાર પવનો અને વીજળી પડવા અંગે પણ એલર્ટ જારી કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ રાજ્યોમાં ભારે વરસાદ એલર્ટ

IMD અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ અને તેને અડીને આવેલા પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદના પાંચ દિવસો દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. 5 ઓગસ્ટના રોજ આસામ અને મેઘાલયમાં 21 સેમી કે તેથી વધુ વરસાદ થવાની સંભાવના છે. 5 થી 10 ઓગસ્ટ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વિવિધ સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા

આ સમયગાળા દરમિયાન અંદામાન અને નિકોબાર ટાપુઓ, ગંગેય પશ્ચિમ બંગાળ, ઓડિશા તેમજ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ સારાથી ખૂબ સારા વરસાદની શક્યતા છે. ઝારખંડમાં ૫ થી 8 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ દરમિયાન, તથા બિહારમાં 5 અને 6 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ આંતરિક કર્ણાટકના વિવિધ સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પહાડોમાં Flash Floodનું એલર્ટ

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, IMDએ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પશ્ચિમ હિમાલયના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કક્ષાના અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવવાની ચેતવણી જારી કરી છે. દાર્જિલિંગ, જલપાઈગુડી, કૂચ બિહાર અને સિક્કિમના તમામ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આસામ અને મેઘાલયના કેટલાક જિલ્લાઓ - જેમાં કોકરાઝાર, બોંગાઈગાંવ, ધુબરી, કામરૂપ ગ્રામીણ, દરરંગ, નાગાંવ, ગોલાઘાટ, જોરહાટ, ડિબ્રુગઢ અને તિનસુકિયા તેમજ ખાસી, ગારો અને જયંતિયા હિલ્સ પણ ચેતવણીના ક્ષેત્રમાં આવે છે. નાગાલેન્ડના કોહિમા, દીમાપુર, ફેક, તુએનસાંગ, વોખા, મોકોકચુંગ, લોંગલેંગ અને મોન જિલ્લાઓ સાથે મણિપુરના સેનાપતિ, ઉખરુલ, થૌબલ, ચંદેલ અને ચુરાચંદપુર જેવા જિલ્લાઓને પણ એલર્ટ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ રાજ્યોમાં પૂર આવવાની શક્યતા

આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, મંડી, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓ, જમ્મુ-કાશ્મીરના ડોડા, કઠુઆ અને ઉધમપુર જિલ્લાઓ તથા ઉત્તરાખંડના દેહરાદૂન, ટિહરી ગઢવાલ, ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ, નૈનીતાલ, ચંપાવત અને પૌડી ગઢવાલ જિલ્લાઓ માટે ચેતવણીઓ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાની નજીક અને ભૂસ્ખલનનું જોખમ ધરાવતા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા તેમજ સ્થાનિક હવામાન અંગેના અપડેટ્સ પર સતત નજર રાખવાની અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

rainfall deficit India Monsoon Update heavy rain alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ