બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:06 AM, 5 August 2026
1/8
2/8
12 ઓગસ્ટ 2026નું પૂર્ણ સૂર્યગ્રહણ મુખ્યત્વે ઉત્તર ગોળાર્ધના વિસ્તારોમાં જોવા મળશે. ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન, રશિયા અને એટલાન્ટિક મહાસાગરના કેટલાક વિસ્તારોમાં આ ગ્રહણ સ્પષ્ટ રીતે દેખાશે. યુરોપના મોટા ભાગના દેશો, ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારો અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકામાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. જ્યાં પૂર્ણ ગ્રહણ દેખાશે ત્યાં દિવસ દરમિયાન થોડા સમય માટે અંધારું છવાઈ જશે.
3/8
4/8
5/8
ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યગ્રહણ પહેલાં 12 કલાકનો સૂતક કાળ માનવામાં આવે છે. સૂતક દરમિયાન શુભ કાર્યો અને ધાર્મિક વિધિઓ ટાળવાની પરંપરા છે. પરંતુ આ ગ્રહણ ભારતમાંથી દેખાતું નથી, તેથી ભારતમાં સૂતક કાળ માન્ય રહેશે નહીં. મંદિરોમાં નિયમિત પૂજા-અર્ચના અને ધાર્મિક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
6/8
આ સૂર્યગ્રહણ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં લાગવાનું છે. સૂર્ય સિંહ રાશિના સ્વામી હોવાથી પોતાની જ રાશિમાં લાગતું ગ્રહણ જ્યોતિષમાં વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષીઓના મત અનુસાર સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન મહત્વના નિર્ણયો વિચારીને લેવા જોઈએ. વૈશ્વિક સ્તરે હવામાનમાં ફેરફાર, કુદરતી ઘટનાઓ અને રાજકીય ઉથલપાથલ જેવી પરિસ્થિતિઓ પણ ચર્ચાનો વિષય બની શકે છે.
7/8
ગર્ભવતી મહિલાઓ માટે પરંપરાગત માન્યતા મુજબ ગ્રહણ દરમિયાન ભગવાન શિવ અથવા પોતાના ઇષ્ટદેવના મંત્રોનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. જોકે ભારતમાં ગ્રહણ દેખાતું નથી, તેથી આ નિયમોનું પાલન વ્યક્તિગત શ્રદ્ધા પર આધારિત છે. ગ્રહણ પૂર્ણ થયા પછી ઘઉં, ગોળ, તાંબાના વાસણ અથવા લાલ વસ્ત્રનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ