બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 8માં પગારપંચ પર આવી સૌથી મોટી અપડેટ, આજે જ જાણી લેજો!

photo-story

5 ફોટો ગેલેરી

ખાસ કામનું / 8માં પગારપંચ પર આવી સૌથી મોટી અપડેટ, આજે જ જાણી લેજો!

Last Updated: 10:12 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચને લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. કેન્દ્રીય મંત્રાલયો, સરકારી વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સત્તાવાર ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા 31 જુલાઈએ પૂર્ણ થઈ ગઈ છે.

1/5

photoStories-logo

1. 8માં પગારપંચ પર આવી સૌથી મોટી અપડેટ, આજે જ જાણી લેજો!

દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. તમામ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) માટે આયોગના પોર્ટલ પર પોતાનો સત્તાવાર ડેટા અપલોડ કરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડેટા કલેક્શનની મુદત સમાપ્ત

અગાઉ તમામ વિભાગો માટે ડેટા જમા કરવાની અંતિમ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી. જોકે, વિવિધ વિભાગોની વિનંતીને ધ્યાનમાં રાખીને તેને લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી હતી. હવે આ સમયાંતર (વિન્ડો) સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે હવે કોઈ પણ વિભાગ નવો ડેટા પોર્ટલ પર અપલોડ કરી શકશે નહીં. આ ડેટા માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી, પરંતુ સમગ્ર 8મા પગાર પંચની ભલામણોનો મુખ્ય પાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ડેટા સબમિશન પછી આગામી તબક્કો શું હશે?

એકત્ર કરાયેલા આ ડેટાના આધારે જ નક્કી થશે કે પગાર અને પેન્શન વધારાથી સરકારી તિજોરી પર કેટલો નાણાકીય બોજ પડશે. આયોગ હવે તેના બીજા તબક્કામાં પ્રવેશ કરશે અને એકત્રિત થયેલા તમામ આંકડાઓનો ઊંડો અભ્યાસ કરશે. ડેટા કલેક્શન પૂર્ણ થવાનો અર્થ એ નથી કે તરત જ પગાર વધી જશે, પરંતુ આ પગાર વધારાની પ્રક્રિયાનું પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ કદમ છે. આ આંકડા અને માંગણીઓના આધારે આયોગ પોતાનો આખરી રિપોર્ટ તૈયાર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પગાર વધારો ક્યારે લાગુ થશે?

આયોગ દ્વારા રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવ્યા બાદ, કેન્દ્ર સરકાર તેના પર ગંભીર વિચાર-વિમર્શ કરશે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ) સમક્ષ તેને મંજૂરી માટે મૂકવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં વધારો કરવાની પ્રક્રિયા અમલી બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આયોગ અને કર્મચારી સંગઠનો વચ્ચે બેઠકોનો દોર

દિલ્હીથી લઈને તમિળનાડુ સુધી આયોગ દ્વારા સતત બેઠકો યોજવામાં આવી રહી છે. કર્મચારીઓ અને તેમના યુનિયનોએ વેતનમાં સારો વધારો, મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડું ભથ્થું (HRA), રજાઓ અને વર્ક કલ્ચર અંગે પોતાની શરતો અને સૂચનો રજૂ કર્યા છે. આયોગની ટીમો દિલ્હી ઉપરાંત ચેન્નાઈ, પુડુચેરી અને ચંદીગઢમાં પણ કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશનો સાથે વાટાઘાટો કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PayCommissionUpdate CentralGovernmentEmployees 8thPayCommission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ