બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / એલર્ટ ! વોટ્સએપ કે SMS પર આ મેસેજ આવે તો ઓપન ન કરતાં નહીંતર બેન્ક ખાતું થઈ જશે ખાલી

ચેતવણી / એલર્ટ ! વોટ્સએપ કે SMS પર આ મેસેજ આવે તો ઓપન ન કરતાં નહીંતર બેન્ક ખાતું થઈ જશે ખાલી

Published By: Hiralal Parmar

Last Updated: 07:59 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક ઈ-મેમોના નામે WhatsApp કે SMS પર કોઈ મેસેજ આવે તો તે ઓપન ન કરતાં નહીંતર તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે.

ટ્રાફિક ઈ-મેમોના નામે હવે સાયબર ઠગોએ છેતરપિંડીનું નેટવર્ક શરૂ કર્યું છે. જેમાં WhatsApp કે SMS પર RTO Challan.apk જેવી ફાઈલ મોકલીને ફાઈલ ડાઉનલોડ કરતાં જ મોબાઈલ પર ઠગોનો કબજો થઈ જાય છે અને બેંક ખાતું પણ ખાલી કરી દે છે.. આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. આખરે કેવી રીતે કામ કરે છે આ APK ફ્રોડ ગેંગ... અને કેવી રીતે બચી શકાય આ ગેંગથી જોઈએ આ અહેવાલ.

સાયબર ઠગો કેવા મેસેજ મોકલે છે?

ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓને ઈ-મેમો તો આવે છે. પરંતુ હવે એ જ ઈ-મેમોને હથિયાર બનાવી સાયબર ઠગો લોકોને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને WhatsApp કે SMS પર RTO Challan.apk અથવા Traffic Memo.apk નામની ફાઈલ મોકલી દંડ ભરવાનો મેસેજ કરવામાં આવે છે. આ મેસેજમાં લખવામાં આવે છે કે તમારા વાહન પર ટ્રાફિકનો મોટો દંડ બાકી છે અને તાત્કાલિક ઇ મેમો જોઈને પેમેન્ટ કરો. આ મેસેજ જોઈને ઉતાવળમાં ઘણા લોકો APK ફાઈલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દે છે અને ત્યાર બાદ સાયબર છેતરપિંડી શરૂ થાય છે.

મેસેજમાં માલવેર છૂપાયેલું હોય છે

આ APK ફાઈલમાં માલવેર છુપાયેલું હોય છે. એકવાર ફાઈલ ઇન્સ્ટોલ થતાં જ ઠગો મોબાઈલનો કંટ્રોલ મેળવી લે છે. SMS, OTP, બેંકિંગ માહિતી અને અન્ય મહત્વની વિગતો તેમના હાથમાં પહોંચી જાય છે. અને આ OTP અને બેંકિંગ વિગતો મળતા જ સાયબર ગુનેગારો બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે. આ પ્રકારે અનેક લોકો લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે ટ્રાફિક પોલીસ કે RTO ક્યારેય પણ WhatsApp પર APK ફાઈલ મોકલતું નથી. જેથી ટ્રાફિક પોલીસે સાયબર ફ્રોડ ટોળકીથી સાવચેત રહેવા અપીલ કરી છે.

ટ્રાફિક પોલીસ એક્શનમાં

ઇ મેમો ના નામે ઠગાઈના કિસ્સાઓ વધતા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. ટ્રાફિક પોલીસે વાહન ચાલકને સત્તાવાર ઈ-ચલાનની લિંક દ્વારા સુરક્ષિત QR કોડ અથવા અધિકૃત પોર્ટલ મારફતે પેમેન્ટ કરવાની અપીલ કરી છે. સરકારના નવા નિયમ મુજબ હવે ઈ-ચલણ ભરવાની સમયમર્યાદા 90 દિવસમાંથી ઘટાડીને 45 દિવસ કરવામાં આવી છે. જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકતા નથી તેઓ જૂની પોલીસ કમિશનર કચેરી અથવા ભદ્ર કોર્ટના પાંચમા માળે આવેલા ટ્રાફિક પેમેન્ટ સેન્ટર ખાતે જઈ કેશમાં દંડ ભરી શકે છે. આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ અંગે મદદ માટે નજીકના ટ્રાફિક પોલીસ જંક્શન, ટ્રાફિક પોલીસ ચોકી અથવા ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સંપર્ક પણ કરી શકાય છે.જો કોઈ અજાણી લિંક કે APK ડાઉનલોડ કર્યા બાદ છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તાત્કાલિક 1930 પર કોલ કરો અને National Cyber Crime Reporting Portal પર ફરિયાદ કરવાની અપીલ કરી છે.

વધુ વાંચો : ગુજરાતના યુવાનો માટે મોટી ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે આપી ભરતીની મંજૂરી, જાણો ડિટેલ્સ

કોઈપણ APK ફાઈલ કે શંકાસ્પદ લિંક ઓપન ન કરતાં

ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો દંડ ભરવો પડશે, પરંતુ ઠગોના જાળમાં ફસાયા તો બેન્ક ખાતું ખાકી થઈ જશે.જેથી ટ્રાફિક ઈ મેમોના નામે આવતી કોઈપણ APK ફાઈલ કે શંકાસ્પદ લિંકથી સાવધાન રહેવા અને અધિકૃત માધ્યમનો ઉપયોગ કરવાની ટ્રાફિક પોલીસે સલાહ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

traffic memo RTO challan apk

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ