બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બ્રાન્ડેડ કેરી બેગના પૈસા વસૂલવા બદલ D-Mart પર ₹16 હજારનો દંડ: ગ્રાહક પંચે કહ્યું– ગ્રાહકોને 'મૂવિંગ એડ' બનાવી શકાતા નથી
Last Updated: 03:19 PM, 3 August 2026
બ્રાન્ડનું નામ ધરાવતી કેરી બેગ માટે ગ્રાહકો પાસેથી પૈસા વસૂલવાની પ્રથાને ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચે અયોગ્ય ગણાવી છે. પંચે ડી-માર્ટ સંચાલક એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડને એક ગ્રાહકને રૂ. ૧૦ હજારનું વળતર અને રૂ. છ હજાર ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે.
ADVERTISEMENT

આ કેસ જુલાઈ-૨૦૧૯નો છે. ગાંધીનગરના ડી-માર્ટ સ્ટોરમાંથી રૂ. ચાર હજારની ખરીદી કરનારાં સોનલ વ્યાસ પાસેથી કેરી બેગ માટે રૂ. આઠ વસૂલવામાં આવ્યા હતા. તેમણે ગ્રાહક પંચમાં ફરિયાદ કરતાં જિલ્લા પંચે ૨૦૨૦માં તેમને રૂ. છ હજાર વળતર આપવાનો આદેશ કર્યો હતો.
ADVERTISEMENT
કંપનીએ દલીલ કરી હતી કે કેરી બેગ અલગ ઉત્પાદન છે અને ગ્રાહકોને તેના ચાર્જ અંગે અગાઉથી જાણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
જોકે, રાજ્ય પંચે અપીલ ફગાવીને જણાવ્યું કે ડી-માર્ટનાં નામ અને લોગોવાળી બેગ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવો અયોગ્ય છે, કારણ કે ગ્રાહક જાહેર સ્થળોએ એ બેગ લઈને જાય છે ત્યારે તે કંપનીની જાહેરાતનું કામ કરે છે. પંચે નોંધ્યું કે આ મામલો માત્ર રૂ. આઠની રકમનો નથી, પરંતુ મોટી સંખ્યામાં ગ્રાહકોને અસર કરતી પ્રથાનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.