બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રેલવે પરીક્ષા કૌભાંડમાં નવો વળાંક: વરિષ્ઠ અધિકારીની પત્ની CBIના રડારમાં, પેપરલીક-વિજિલન્સની માહિતી આપ્યાના આક્ષેપ
Last Updated: 03:07 PM, 3 August 2026
પશ્ચિમ રેલવેમાં સ્ટાફ વેલ્ફેર ઇન્સ્પેક્ટર (SWI)ના પદ માટેની વિભાગીય પ્રમોશન પરીક્ષામાં કૌભાંડ મામલે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોને કથિત રીતે ગેરરીતિ માટે તૈયાર કરવા કોચિંગ ક્લાસ ચલાવવામાં આવતા હતા, જેમાં રેલવેના એક વરિષ્ઠ અધિકારીનાં પત્નીની ભૂમિકા હોવાની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT

CBIના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ ઉમેદવારોને પરીક્ષામાં ચોરી કેવી રીતે કરાવાશે, કઈ રીતે મદદ મળશે અને વિજિલન્સ તપાસ દરમિયાન જવાબ કેવી રીતે આપવા તેની કથિત તાલીમ આપવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ કોચિંગ ક્લાસ રેલવેના એક સિનિયર અધિકારીનાં પત્નીએ ભાડે લીધેલા કોમર્શિયલ સ્થળેથી ચલાવ્યા હોવાનો આક્ષેપ છે. ઉમેદવારોને પરીક્ષા પહેલાં ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી લોન મેળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
ADVERTISEMENT
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર SWI પદ માટે પ્રમોશન મેળવવા ઉમેદવાર પાસેથી બે લાખથી ૫ાંચ લાખ રૂપિયા સુધીની રકમ લેવામાં આવતી હોવાની શંકા છે. સીબીઆઈને શંકા છે કે કેટલાક ઉમેદવારોએ સારા પરિણામ માટે આ પ્રકારના વ્યવહારો કર્યા હતા. સીબીઆઈએ પશ્ચિમ રેલવેના વિજિલન્સ વિભાગ તરફથી મળેલી ફરિયાદના આધારે ૧૬ માર્ચ, ૨૦૨૪ની કમ્પ્યૂટર આધારિત પરીક્ષામાં ગેરરીતિ અંગે કેસ નોંધ્યો હતો. આ પરીક્ષામાં કુલ ૧૦૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાં ચાર રેલવે કર્મચારીઓએ ૮૭.૬૭ ટકાથી ૯૦.૩૩ ટકા વચ્ચે અસાધારણ રીતે ઊંચા ગુણ મેળવ્યા હતા. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ ચારેય ઉમેદવારોએ પરીક્ષા પહેલાં ટૂંકા ગાળામાં લોન લીધી હતી અને તેમના બેન્ક વ્યવહારોની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : માંજલપુર વિધાનસભામાં ફરી લહેરાયો ભગવો, પેટાચૂંટણીમાં ભાજપના સતિષ પટેલની જીત
ADVERTISEMENT
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ સર્વર બે દિવસથી વધુ સમય સુધી ચાલુ રહ્યું હતું, જ્યારે સામાન્ય રીતે પરીક્ષા પૂર્ણ થયા બાદ તેને તાત્કાલિક બંધ કરવામાં આવે છે. પ્રશ્નપત્ર મોડાં અપલોડ થવા અને સર્વર ચાલુ રહેવા જેવા મુદ્દાઓની પણ તપાસ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.