બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદ બાદ પણ સંકટ યથાવત્: ચામુંડા પરામાં 100 મકાનો પાણીમાં, અનેક રસ્તા બંધ, ભોગાવો બે કાંઠે થતાં ગામો સંપર્કવિહોણાં
Last Updated: 04:23 PM, 3 August 2026
રાણાગઢ–મૂળ બાવળા રોડ સતત બીજા દિવસે પણ બંધ
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ રાણાગઢ–મૂળ બાવળા રોડ સતત બીજા દિવસે પણ વરસાદી પાણીમાં ગરકાવ રહેતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રાણાગઢ અને મૂળ બાવળા વચ્ચે અંદાજે એક કિલોમીટરથી વધુ વિસ્તાર પાણીમાં ડૂબી જતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. રાણાગઢ, ભગવાનપર, વડેખણ, ગઢથલ સહિત પાંચથી વધુ ગામોના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થાનિકો જરૂરી કામકાજ માટે ટ્રેક્ટરની મદદથી રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ વાહનચાલકોને જોખમ ન લેવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પાણી ઉતર્યા બાદ જ માર્ગ પર વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ભોગાવો નદી બે કાંઠે થતાં જસમતપર ગામ સંપર્કવિહોણું
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના પગલે ભોગાવો નદી બે કાંઠે વહેતા જસમતપર ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. બીજા સતત દિવસે પણ ગામમાં પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે. ગામ તરફ જતાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ગામલોકોને રોજિંદા કામકાજ તેમજ જરૂરી કામગીરી માટે અન્ય ગામોમાં જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ભોગાવો નદીમાં હજુ પણ પાણીની આવક યથાવત હોવાથી સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યાં સુધી નદીના પટ તથા પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
વરસાદે વિરામ લીધાના 2 દિવસ પછી પણ પાણી ભરાયેલા
ADVERTISEMENT
સુરેન્દ્રનગર શહેરમાં વરસાદે વિરામ લીધાને બે દિવસ વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણીનો ભરાવો યથાવત્ છે. ખાસ કરીને માનવ મંદિર વિસ્તાર તેમજ ચામુંડાપરા સહિતની અનેક સોસાયટીઓમાં અંદાજે 100 જેટલા ઘરો આસપાસ કમર સુધી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓ જીવના જોખમે પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ રહેવાસીઓએ તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરના વડેખણ ગામ સંપર્કવિહોણું
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વડેખણ ગામમાં સતત વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ હજુ યથાવત છે. ગામમાં છેલ્લા બે દિવસથી ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામને જોડતો મુખ્ય માર્ગ આશરે બે ફૂટ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. પરિણામે ગામનો બહારના વિસ્તારો સાથેનો સંપર્ક પણ ખોરવાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કોરોના પોઝિટિવ આરોપીને સારવાર દરમિયાન ભાગી જવા દેવાના આક્ષેપે બે પોલીસકર્મીઓ સામે ટ્રાયલનો માર્ગ મોકળો
વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી
સુરેન્દ્રનગર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. વોર્ડ નંબર–5માં આવેલા માનવ મંદિર નજીકના ચામુંડા પરા વિસ્તારમાં વરસાદ બંધ થયાને બે દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. સમગ્ર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે અને સ્થાનિક લોકોનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.ચામુંડા પરા વિસ્તારમાં અંદાજે 100થી વધુ મકાનોના તળિયા પાણીમાં ડૂબી ગયા છે. અનેક પરિવારો ઘરની બહાર નીકળી શકતા નથી. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે રોજિંદું જીવન મુશ્કેલ બની ગયું છે. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ લેવા જવું હોય કે બાળકોને બહાર લઈ જવાના હોય, દરેક કામ માટે લોકોને કમર સમાન પાણીમાંથી પસાર થવું પડે છે. પાણી ભરાયેલા રસ્તાઓ પર ઝેરી જીવજંતુઓ, ખુલ્લા ગટર અને વીજ કરંટનો પણ ભય સતાવી રહ્યો છે. છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ અસરકારક કામગીરી જોવા મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.