બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:54 PM, 3 August 2026
ચોમાસાની ઋતુમાં જંગલો, ડુંગરો અને ધોધોની વચ્ચે પ્રવાસ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. વરસાદ જામતાં જ ગુજરાતના લોકો સાપુતારા, આબુ અને અન્ય હિલ સ્ટેશનો તરફ રવાના થાય છે. પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના જંગલોમાં પણ કુદરતે અદભુત સૌંદર્ય વેર્યું છે.
ADVERTISEMENT
ચોમાસામાં વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારમાં અનેક રમણીય ધોધ સક્રિય થયા, ધરમપુરનો બીલપુડી ગામે આવેલ સોનારૂપા ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ#Valsad #Dharampur #SonarupaWaterfall #Monsoon #Tourism #GujaratNews #VTVDigital pic.twitter.com/cX3m54GK0y
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2026
ધરમપુરનો સોના રૂપા ધોધ ખીલ્યો
ADVERTISEMENT
ધરમપુર નજીક આવેલો સોના રૂપા ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠ્યો છે અને દરરોજ હજારો પ્રવાસીઓ પ્રકૃતિના ખોળામાં આ કુદરતી સૌંદર્ય માણવા પહોંચી રહ્યા છે. ધરમપુરના જંગલોમાં આવેલા અનેક નાનાં-મોટાં ધોધોમાં સોના રૂપા ધોધનું વિશેષ સ્થાન છે. ચોમાસામાં ધોધનો ધસમસતો પ્રવાહ અને સ્વચ્છ, નિર્મળ પાણી પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી લે છે. શહેરોની ભાગદોડ અને કોંક્રીટના જંગલમાંથી થોડો સમય પ્રકૃતિ વચ્ચે પસાર કરવા આવનારા લોકો માટે આ સ્થળ યાદગાર અનુભવ બની રહ્યું છે.
પ્રવાસીઓએ ધોધમાં કર્યું સ્નાન
ADVERTISEMENT
પ્રવાસીઓ અહીં ધોધમાં સ્નાન કરે છે, સેલ્ફી લે છે અને સાથે સ્થાનિક આદિવાસી ભોજનનો સ્વાદ પણ માણે છે. ધરમપુરના અંતરીયા વિસ્તારમાં આવેલ આ ધોધ સુધી પહોંચવાનો રસ્તો અતિશય ડુંગરાળ છે અને રસ્તો પણ કાચો હોવાથી પ્રવાસીઓ આ સોના રૂપા ધોધના વિકાસની પણ માગ કરી રહ્યા છે.
વધુ વાંચો : 'પહેલા એરપોર્ટના નામ એક જ પરિવાર પર રખાતાં, અમારી સરકારે પરંપરા બદલી- PM મોદી
ADVERTISEMENT
પ્રકૃતિ પ્રેમી હોય તો જરુરથી જજો
જો તમે પણ પ્રકૃતિપ્રેમી હોવ અને પરિવાર સાથે વીકએન્ડને યાદગાર બનાવવા માંગતા હોવ તો ધરમપુરનો સોના રૂપા ધોધ એક ઉત્તમ સ્થળ છે. હરિયાળીથી ઘેરાયેલા પહાડો, ખળખળ વહેતા ઝરણાં અને ધોધનો મનમોહક નજારો દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. એકવાર અહીંના કુદરતી સૌંદર્યનો અનુભવ કર્યા પછી મોંઘા વોટરપાર્કની રાઈડ્સ પણ ફિક્કી લાગશે. કુદરતની ગોદમાં વિતાવેલી આ ક્ષણો અને આદિવાસી ભોજનનો સ્વાદ તમારી સફરને વધુ યાદગાર બનાવી દેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.