બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Leoneનો ખુલાસો: એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની જાણ થતાં પરિવારને લાગ્યો આઘાત, માતા ખૂબ રડી પડ્યાં
6 ફોટો ગેલેરી
Last Updated: 05:11 PM, 3 August 2026
1/6
2/6
3/6
સનીને વિચાર આવ્યો કે જો તે આ વાતની સાથે કોઈ સારા સમાચાર પણ જણાવશે, તો તેના માતા-પિતાનો ગુસ્સો ઓછો થશે. તેણે ઘરે જઈને તેમને કહ્યું કે તેને 'પેન્ટહાઉસ પેટ ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી છે અને તે બદલ તેને 1 લાખ ડોલરનું ઈનામ મળ્યું છે. આ સાંભળીને ઘરમાં સ્તબ્ધ કરી દેનારી શાંતિ છવાઈ ગઈ.
4/6
તેની માતાએ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો: "શું તું કપડાં વગરની હતી?" આ કહેતા તે રડી પડી. સનીએ કહ્યું, "જ્યારે મારી માતાને ખબર પડી કે હું કોણ છું, ત્યારે તે નારાજ થઈ ગઈ. તેણે પૂછ્યું, 'તું તારા ભાઈનું નામ કેમ વાપર્યું?'" (સનીના ભાઈનું નિકનેમ સની છે.) સનીના પિતા પણ ગુસ્સે હતા. તેમને દુઃખ થયું કે તેમની પુત્રીએ આટલો મોટો નિર્ણય લેતા પહેલા વિચાર્યું ન હતું. જોકે, તેમણે પછીથી સ્વીકાર્યું કે તેમની પુત્રીએ આ રસ્તો પસંદ કર્યો હોવાથી, તેણીએ તેમાં સફળ થવું જોઈએ.
5/6
સનીએ સ્પષ્ટ કર્યું કે તેના પિતાએ ક્યારેય તેના વ્યવસાયને મંજૂરી આપી ન હતી. તેનું કહેવું છે કે કોઈ પણ માતા-પિતા તેમના સંતાન માટે આવું ઈચ્છે નહીં. સની આ ક્ષેત્રમાં ખૂબ પૈસા કમાઈ રહી હતી, તેથી જ તેણે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. સનીના જણાવ્યા અનુસાર, તેનો પરિવાર ગરીબ નહોતો, પરંતુ તેના માતા-પિતા તેની અને તેના ભાઈની દરેક જરૂરિયાત પૂરી કરી શકતા નહોતા. તેથી જ તે પોતાના પગ પર ઊભા રહેવા માંગતી હતી. સનીના વ્યવસાયને કારણે તેના માતા-પિતાએ ઘણાં મહેણાં સાંભળવાં પડતાં હતાં.
6/6
એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ સની 'બિગ બોસ'માં જોવા મળી હતી, જેનાથી તેને ખૂબ લોકપ્રિયતા મળી. તેણે 'જિસ્મ 2' ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું. 'રાગિની એમએમએસ 2', 'મસ્તીઝાદે' અને 'વન નાઈટ સ્ટેન્ડ' જેવી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, તેણે અનેક શોનું સંચાલન પણ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ