બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફ્લાઇટમાં એર હોસ્ટેસ ઘણીવાર પાણીનો ગ્લાસ છુપાવીને કેમ લઈ જાય છે? જાણો તેની પાછળનું કારણ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:31 PM, 3 August 2026
1/6
જો તમે વિમાનમાં મુસાફરી કરી હોય તો કદાચ એક રસપ્રદ વાત નોંધી હશે. જેમાં ઘણી વાર એર હોસ્ટેસ કોઈ મુસાફરને પાણી આપતી વખતે ગ્લાસ એવી રીતે પકડીને ચાલે છે કે બીજા મુસાફરોની નજર તેના પર ન પડે. પહેલી નજરે આ થોડું અજીબ લાગે પણ તેની પાછળ એક મજાની વાત છુપાયેલી છે. જેમાં 14 વર્ષથી ફ્લાઇટ અટેન્ડન્ટ તરીકે કામ કરતી બાર્બરા બેસિલિએરીએ આ રહસ્ય ખુલ્લું પાડ્યું છે.
2/6
3/6
બાર્બરા મુજબ આનું કારણ ખૂબ જ મજાનું છે. તેને હાસ્યપૂર્વક કહ્યું કે – “Water is contagious” એટલે કે “પાણી પણ કોન્ટેજીયસ હોય છે!” જેવો જ કોઈના હાથમાં પાણીનો ગ્લાસ દેખાય તરત જ બીજા ઘણા મુસાફરો પણ પાણી માંગવા લાગે છે. પછી એક બાદ એક પાણીની માંગ શરૂ થઈ જાય છે.
4/6
ખાસ કરીને લાંબા અંતરની ફ્લાઇટમાં આવું થાય તો આખી ફૂડ અને બેવરેજ સર્વિસનો ક્રમ ખોરવાઈ શકે છે. એટલે જ ઘણા અનુભવી કેબિન ક્રૂ પાણીનો ગ્લાસ થોડો છુપાવીને લઈ જવાનું પસંદ કરે છે. જેમાં બાર્બરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ કોઈ એરલાઇનનો ઓફીશીયલ નિયમ નથી પણ માત્ર અનુભવ પર આધારિત એક પ્રેક્ટીશિયલ એપ્રોચ છે, જેથી બધા મુસાફરો સુધી ફૂડ અને ડ્રીંકની સર્વિસ સમયસર પહોંચી શકે.
5/6
જેમાં બાર્બરાએ મુસાફરોને એક સરસ સલાહ પણ આપી. જો ફ્લાઇટમાં મફત પાણી ઉપલબ્ધ હોય અને તમને પાણી જોઈએ તો વારંવાર કૉલ બટન દબાવવાને બદલે મોકો મળે ત્યારે શાંતિથી ગેલીમાં જઈને કેબિન ક્રૂ પાસે પાણી માંગી શકો છો. આથી ક્રૂ પર વધારાનું પ્રેશર પણ નથી પડતું અને સર્વિસ પણ સરળતાથી ચાલે છે.
6/6
તેને બજેટ એરલાઇન રાયનએરમાં સીટ પસંદ કરવા અંગે પણ સૂચન આપ્યું હતું. વિમાનની છેલ્લી હરોળની સીટોથી દૂર રહેવાની સલાહ આપતાં તેને કહ્યું કે ત્યાં ટૉઇલેટ અને ગેલી પાસે સતત લોકોની આવન-જાવન, અવાજ, વાતચીત અને ક્યારેક દુર્ગંધ પણ પરેશાનીનું કારણ બની શકે છે. આ સિવાય ઘણા વિમાનોમાં પાછળની સીટો પૂરેપૂરી પાછળ નથી ઢળતી જેથી લાંબી મુસાફરી વધુ અનકમ્ફટેબલ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ