બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:43 PM, 2 August 2026
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો કે પહેલેથી જ પૈસા રોક્યા છે તો 1 ઓક્ટોબર 2026 થી લાગુ થનારા ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા નિયમો તમારા માટે મહત્વના છે. જેમાં RBIએ ડિપોઝિટ પર વ્યાજ આપવાના નિયમોમાં ફેરફાર કરીને બેંકો માટે પારદર્શિતા અને સમાનતા લાવવની દિશામાં મોટું પગલું ભર્યું છે. હવે એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં સમાન પીરીયડ અને સમાન રકમની FD પર અલગ-અલગ વ્યાજ દર આપવાની વ્યવસ્થા ખતમ થઈ જશે. આ સાથે જ બેંકોએ પોતાના વ્યાજ દરો અગાઉથી જાહેર કરવા પડશે જેથી ગ્રાહકો માટે સાચો નિર્ણય લેવો સરળ બનશે.
ADVERTISEMENT
RBIનું નવું ડિપોઝિટ ઈન્ટરેસ્ટ રેટ ફ્રેમવર્ક 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે. તેનો અવકાશ માત્ર મોટી કોમર્શિયલ બેંકો સુધી લીમીટેડ નથી પરંતુ સ્મોલ ફાઇનાન્સ બેંક, રિજનલ રૂરલ બેંક (RRB), લોકલ એરિયા બેંક, પેમેન્ટ બેંક અને અર્બન કો-ઓપરેટિવ બેંક પણ તેના અંતર્ગત આવશે. આ નવા નિયમોનો હેતુ ગ્રાહકોને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બેંકિંગ વ્યવસ્થા પૂરી પાડવાનો છે જેથી વ્યાજ દરોને લઈને ભ્રમની સ્થિતિ દૂર થાય.
ADVERTISEMENT
આ નવા નિયમો લાગુ થયા બાદ કોઈપણ બેંકની અલગ-અલગ શાખાઓમાં સમાન રકમ અને સમાન પીરીયડની FD પર અલગ-અલગ વ્યાજ દર આપી શકાશે નહીં. એટલે કે જો એક જ દિવસે એકસરખી FD કરાવવામાં આવે તો બેંકની બધી શાખાઓમાં તેના પર એક જેટલું જ વ્યાજ મળશે. જેમાં RBIએ સ્પષ્ટ કર્યું છે કે એકસરખી FD પર બધા ગ્રાહકો સાથે એક સરખું વર્તન કરવું બેંકો માટે ફરજિયાત રહેશે.
ADVERTISEMENT
RBIએ બેંકો માટે પારદર્શિતા વધારવાના હેતુથી વ્યાજ દરોનું જાહેર ખુલાસો ફરજિયાત કરી દીધું છે. જેમાં હવે બધી બેંકો પોતાની FDના વ્યાજ દરોની આખી યાદી અગાઉથી પોતાની વેબસાઈટ પર મુકશે. આ સિવાય બલ્ક ડિપોઝિટના વ્યાજ દરો પણ દરેક વર્કિંગ ડે સવારે 10 વાગ્યા સુધી અપડેટ કરવા પડશે. આથી ગ્રાહકો અને મોટા રોકાણકારોને વાસ્તવિક વ્યાજ દરોની માહિતી સમયસર મળી શકશે.
ADVERTISEMENT
RBI ના નવા નિયમોનો અર્થ એ નથી કે 1 ઓક્ટોબરથી બધી બેંકો માટે FD વ્યાજ દરો બદલાશે. બેંકો તેમની તરલતા, ભંડોળ ખર્ચ અને બજારની સ્થિતિના આધારે વ્યાજ દર નક્કી કરવાનું ચાલુ રાખશે. સૌથી મોટો ફેરફાર પારદર્શિતા અને એકરૂપતા છે. ગ્રાહકોને હવે અલગ અલગ શાખાઓની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં, અને વિવિધ બેંકોમાં FD દરોની તુલના પહેલા કરતાં વધુ સરળ બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
RBIના નવા નિયમોનો મતલબ એ નથી કે 1 ઓક્ટોબરથી દરેક બેંકોના FD વ્યાજ દરો બદલાઈ જશે. જેમાં બેંકો આગળ પણ પોતાની લિક્વિડિટી, ફંડિંગ કોસ્ટ અને માર્કેટની સ્થિતિના આધારે વ્યાજ દરો નક્કી કરશે. જેમાં સૌથી મોટો ફેરફાર પારદર્શિતા અને સમાનતાનો છે. હવે ગ્રાહકોને અલગ-અલગ બ્રાંચના ચક્કર લગાવવા પડશે નહીં અને અલગ અલગ બેંકોના FD દરોની તુલના કરવી પહેલાં કરતાં વધુ સરળ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.