બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO : બે નર સિંહ ખાબોચિયામાં પાણી પીતાં દેખાયા, બીલખા રોડ પર આરામ ફરમાવતી સિંહણ કેદ થઈ
Last Updated: 10:22 PM, 2 August 2026
ગિરનારમાં જંગલોમાં સિંહો ખુલ્લેઆમ દેખાઈ રહ્યાં છે. માનવ વસ્તીમાં જઈ ચડે છે. તાજેતરમાં આવા બે પ્રસંગોએ લોકોને સિંહ દર્શન થયા હતા. સરખડીયા હનુમાન મંદિરના રસ્તે બે નર સિંહ પાણીના ખાબોચિયામાં તરસ છીપાવતા કેમેરામાં કેદ થયા હતા.
ADVERTISEMENT
બીલખા રોડ પર સિંહણ લટાર મારતી જોવા મળી, લોકોએ કર્યાં સિંહ દર્શન#Lioness #Bilkha #Junagadh #Gir #Wildlife #VTVDigital pic.twitter.com/ESH48yrx5o
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 2, 2026
બીલખા રોડ પર સિંહણનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
બીજી તરફ બીલખા રોડ પર એક સિંહણનો વીડિયો વાયરલ થયો હતો. આ સિંહણ જંગલની બોર્ડર પર આરામ ફરમાવતી જોવા મળી હતી. લોકોની અવર-જવર વધતા સિંહણે જંગલ તરફ ચાલતી પકડી હતી. ઉલ્લેખનીય છે કે સિંહો અવારનવાર સિંહો ધરાનગર ગેટ આસપાસ જોવા મળે છે.
વધુ વાંચો : VIDEO : 'મેરી લાડલી રે' દીકરીએ ગર્ભમાંથી પિતાને આપ્યો જવાબ, વીડિયો જોઈને ભાવુક થઈ જશો
ADVERTISEMENT
લોકોએ વાહનો થોભાવીને વીડિયો બનાવ્યાં
લોકોને પણ મફતમાં સિંહ દર્શન થયા હતા. બે સિંહ રસ્તા પર નિકળતા વાહનવ્યવહાર અટક્યો હતો અને લોકોએ વાહન અટકાવીને મોબાઈલમાં સિંહના વીડિયો બનાવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.