બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:04 AM, 31 July 2026
Gujarati NRI Fraud : દુબઈમાં રહેતા ગુજરાતી NRIએ કથિત પોન્ઝી સ્કીમ ચલાવનાર રવિન્દ્રનાથ સોની સામે લગભગ ₹1.75 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ચિંતન બદામીનો આરોપ છે કે ઑક્ટોબર 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન રોકાણના નામે તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે કાનપુર પોલીસ ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
ફરિયાદ અનુસાર, વર્ષ 2021માં બ્લૂ ચિપ ટ્રેડિંગ (Blue Chip Trading)માં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી શિવાની નામની મહિલાએ ચિંતન બદામીનો સંપર્ક કર્યો હતો. તેણે દર મહિને 3થી 3.5 ટકા વળતર આપવાની ખાતરી સાથે રોકાણ કરવાની ઓફર કરી હતી. ચિંતન બદામીએ જણાવ્યું છે કે વર્ષ 2021-22 દરમિયાન 1.10 લાખ દિરહામ, ત્યારબાદ ઓક્ટોબર 2023માં વધુ 55 હજાર દિરહામ અને ફેબ્રુઆરી 2024માં 5 લાખ દિરહામનું રોકાણ કર્યું હતું. આ તમામ રોકાણની કુલ કિંમત ભારતીય ચલણ પ્રમાણે અંદાજે ₹1.75 કરોડ જેટલી થાય છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે એપ્રિલ 2024માં દુબઈમાં રહેતા દરમિયાન તેમને જાણ થઈ હતી કે કંપનીનું ઓફિસ બંધ થઈ ગયું છે. ત્યારબાદ તેઓ ભારત પરત ફર્યા અને કોટવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ADVERTISEMENT
રવિન્દ્રનાથ સોની સામે આ પહેલી ફરિયાદ નથી. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ તેના પર લગભગ ₹1,500 કરોડના નાણાકીય કૌભાંડનો આરોપ છે અને તેની ધરપકડ બાદ પણ સતત નવી ફરિયાદો સામે આવી રહી છે. પોલીસ મુજબ, સોની સામેની કાર્યવાહી જાન્યુઆરી 2025માં શરૂ થઈ હતી, જ્યારે કાનપુરના એક રહેવાસીએ ₹42 લાખના ચેક બાઉન્સ અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદની તપાસમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓનું નેટવર્ક બહાર આવ્યું હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
ડિસેમ્બર 2025માં રવિન્દ્રનાથ સોનીની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ભારત અને દુબઈમાં રહેતા સેંકડો ભારતીય રોકાણકારો સાથે લગભગ ₹1,500 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. તપાસ એજન્સીઓને શંકા છે કે સમગ્ર કૌભાંડમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન, હવાલા નેટવર્ક અને અનેક દેશોમાં ફેલાયેલું ઓપરેશન સામેલ હોઈ શકે છે.
ADVERTISEMENT
આ કેસમાં દુબઈ, અલીગઢ, કાનપુર નગર, દિલ્હી અને પાણીપત સહિત અનેક સ્થળોએ FIR નોંધાઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના માલવીય નગરનો રહેવાસી રવિન્દ્રનાથ સોની વર્ષો પહેલાં દુબઈ સ્થાયી થયો હતો. ત્યાં તેણે બ્લૂ ચિપ ટ્રેડિંગ સહિત અંદાજે એક ડઝન જેટલી શેલ કંપનીઓ ઉભી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપ છે કે તેણે ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીયોને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના નામે 30થી 40 ટકા સુધીના વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.