બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / 2 દિવસમાં જ ભારત આવવાના હતા, એ પહેલા જ અમેરિકામાં ભારતીય એન્જિનિયરને કાળ ભરખી ગયો, આરોપી પણ ભારતીય

વિશ્વ / 2 દિવસમાં જ ભારત આવવાના હતા, એ પહેલા જ અમેરિકામાં ભારતીય એન્જિનિયરને કાળ ભરખી ગયો, આરોપી પણ ભારતીય

Published By: Priykant Shrimali

Last Updated: 09:52 AM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Jersey Accident : ભારતીય મૂળની 44 વર્ષીય મહિલા પતિને મેટ્રો સ્ટેશન છોડવા જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડમાં દોડતી SUV તેમની કાર સાથે ધડાકાભેર અથડાઈ અને... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

New Jersey Accident : અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળની 44 વર્ષીય મહિલાનું ભયાનક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. તેઓ પતિને મેટ્રો સ્ટેશન છોડવા જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડમાં દોડતી SUV તેમની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સૌથી દુઃખદ વાત એ છે કે તેઓ માત્ર બે દિવસ પછી ભારત આવવાની તૈયારીમાં હતા.

મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ દીપા શ્રીપતી (44) તરીકે થઈ છે. તેઓ વર્ષ 2008થી અમેરિકાના ન્યૂજર્સીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પતિ રામાકૃષ્ણા શ્રીપતી સાથે બંને સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત હતા. 27 જુલાઈની સવારે લગભગ 6:30 વાગ્યે દીપા પોતાના પતિને મેટ્રો સ્ટેશન છોડવા જઈ રહ્યા હતા, ત્યારે રૂટ-202 અને ફર્સ્ટ એવન્યૂના ઇન્ટરસેક્શન પાસે તેમની કારને રોંગ સાઇડથી આવેલી SUVએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે દીપાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાના થોડા જ દિવસોમાં તેઓ ભારત આવવાના હોવાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ, ભારતીય મૂળનો આરોપી ઝડપાયો

સ્થાનિક તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર SUV ડ્રાઇવરની ઓળખ સિદ્ધાર્થ પ્રસાદ સુરપાનાની તરીકે થઈ છે, જે ભારતીય મૂળનો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે રોંગ સાઇડમાં વાહન ચલાવી રહ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ આરોપી કારમાંથી બહાર આવી ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક તેને ઝડપી લીધો હતો. આરોપીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને તેના વિરુદ્ધ સેકન્ડ ડિગ્રી વ્હીક્યુલર હોમિસાઇડ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ગ્રીન કાર્ડ મળશે? સેનેટરે સંસદમાં રજૂ કર્યું બિલ, જાણો બધી જ માહિતી

પાછળ રહી ગયો પતિ અને બે દીકરીઓનો પરિવાર

દીપા શ્રીપતી મૂળ હૈદરાબાદના રહેવાસી હતા. તેઓ છેલ્લા 17 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતા. તેમના પરિવારમાં પતિ ઉપરાંત બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી 20 વર્ષની અને નાની 16 વર્ષની છે. અકસ્માતના સમાચાર મળતા ભારતીય સમુદાયમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક મીડિયા મુજબ, દીપાના અંતિમ સંસ્કાર 30 જુલાઈના રોજ ન્યૂજર્સીમાં જ કરવામાં આવ્યા હતા.

અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો

આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. વીડિયોમાં સામસામે અથડાયેલી બંને કારને થયેલું ભારે નુકસાન અને ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ તથા ઇમર્જન્સી અધિકારીઓની કામગીરી જોવા મળે છે. પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Jersey Accident Deepa Sripati Indian Woman Killed

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ