બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:37 PM, 2 August 2026
1/6
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની ભક્તિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શ્રાવણઆવતાં જ બજારોમાં લીલી બંગડી, લીલી સાડીઓ અને મહેંદીની રૌનક વધી જાય છે. જેમાં સુહાગન મહિલાઓની ભીડ આવા સ્ટોલ પર સૌથી વધુ જોવા મળે છે. દુકાનદારો પણ ખાસ શ્રાવણ કલેક્શન સજાવે છે. મહિલાઓની લીલા રંગ પ્રત્યેની આ રુચિ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલી છે. આજે અમે તમને લીલી ચૂડીઓ પહેરવાનું ધાર્મિક મહત્વ જણાવીશું.
2/6
શ્રાવણનો મહિનો વરસાદ અને હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે. વરસાદ સાથે સૂકી ધરતી લીલોતરીમાં ફેરવાઈ જાય છે અને ચારે બાજુ નવી ઊર્જા તથા જીવનનો અહેસાસ થાય છે. આથી જ લીલો રંગ સમૃદ્ધિ, ખુશહાલી, ઉન્નતિ અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. શ્રાવણમાં લીલા રંગનો ઉપયોગ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે.
3/6
ધર્મશાસ્ત્રો અનુસાર ભગવાન શિવનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે. તેમની પૂજામાં બેલપત્ર, ધતૂરો, ભાંગ અને બીજી લીલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. વળી મા પાર્વતીને સૌભાગ્ય અને સુહાગની દેવી માનવામાં આવે છે. જે મહિલાઓ શ્રાવણમાં લીલી બંગડીઓ પહેરીને ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા કરે છે તેમને અખંડ સૌભાગ્ય, સુખી વૈવાહિક જીવન અને પરિવારમાં ખુશહાલીનો આશીર્વાદ મળે છે.
4/6
5/6
માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં લીલી બંગડીઓનું સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ જ ખાસ છે. ભારતીય પરંપરામાં બંગડીઓનું સુહાગનની નિશાની માનવામાં આવે છે. તેની ખનક ઘરમાં શુભતા અને આનંદનો સંદેશ આપે છે. આથી શ્રાવણમાં મહિલાઓ નવી લીલી બંગડીઓ પહેરીને પોતાના પરિવારની સુખ-શાંતિ અને પતિની લાંબા આયુષ્યની કામના કરે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
14 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ