બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:37 PM, 2 August 2026
નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે ઝીંગા ઉછેર માટે બનાવાયેલા તળાવો ઓવરફ્લો થઈ જતાં અનેક તળાવોના કાંઠા તૂટી પડ્યા હતા. તળાવો તૂટતાં તેમાં ઉછેરવામાં આવેલા મોટી સંખ્યામાં ઝીંગા પાણી સાથે બહાર નીકળી ગયા હતા. ઘટનાના પગલે ઝીંગા ઉછેર કરતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
નવસારીમાં ભારે વરસાદથી ઝીંગા ઉદ્યોગને કરોડોનું નુકસાન, ઝીંગાના તળાવો ઓવરફ્લો થઈને તૂટતા પાણીમાં તણાયા ઝીંગા#Navsari #HeavyRain #ShrimpFarming #CropLoss #GujaratNews #VTVDigital pic.twitter.com/tVrWS27GWk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 2, 2026
તળાવો ઓવરફ્લો થતાં તણાયા ઝીંગા
ADVERTISEMENT
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભારે વરસાદ બાદ તળાવોમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. પાણીની સપાટી સતત વધી જતાં કેટલાક તળાવોનો બંધ તૂટી પડ્યો હતો અને ઝીંગા નજીકના ખેતરો તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ખેડૂતો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને બચી શકે તેવા ઝીંગા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ માછીમારી અને ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા વેપારીઓએ નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન શરૂ કર્યું છે.
ઝીંગા પકડવા લોકોએ કરી પડાપડી
ADVERTISEMENT
કેટલાક વિસ્તારોમાં લોકો પાણીમાં તણાઈ આવેલા ઝીંગા પકડતા પણ જોવા મળ્યા હતા.
અધિકારીઓમાં દોડધામ
ADVERTISEMENT
કૃષિ અને માછીમારી વિભાગના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની માહિતી મેળવી હતી. અધિકારીઓએ ખેડૂતોને સાવચેતી રાખવા અને તળાવોના બંધને મજબૂત બનાવવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. સતત વરસાદને પગલે આગામી દિવસોમાં વધુ નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
વધુ વાંચો : VIDEO : 'મેરી લાડલી રે' દીકરીએ ગર્ભમાંથી પિતાને આપ્યો જવાબ, વીડિયો જોઈને ભાવુક થઈ જશો
ADVERTISEMENT
નવસારી ઝીંગા ઉદ્યોગનું સેન્ટર
ઉલ્લેખનીય છે કે નવસારી ઝીંગા ઉદ્યોગ કેન્દ્ર છે જેમાંથી દર વર્ષે 500 કરોડથી વધુનું ટર્નઓવર થાય છે. અહીંથી ચાઈના,અમેરિકા અને જાપાન જેવા ઝીંગાની નિકાસ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.