બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:36 PM, 2 August 2026
1/5
છેલ્લા સપ્તાહ દરમિયાન શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોવા છતાં, બજારનો એકંદર મૂડ સકારાત્મક રહ્યો હતો. વિતેલા અઠવાડિયે ભારતની ટોપ 10 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંથી 9 કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનમાં 2.51 લાખ કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે. આ તેજીમાં બજાજ ફાઇનાન્સ સૌથી મોટું વિનર બનીને ઉભરી આવ્યું છે.
2/5
શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. વિતેલા સપ્તાહમાં સેન્સેક્સ 2,034.87 પોઈન્ટ એટલે કે 2.67% વધીને બંધ થયો હતો. નિફ્ટી 616.15 પોઈન્ટ અથવા 2.59% ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. આ તેજીના કારણે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સ્તરે ખરીદી જોવા મળી હતી.
3/5
માર્કેટ કેપમાં વધારો નોંધાવનારી 9 કંપનીઓમાં રિલિઝન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, HDFC બેંક, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) નો સમાવેશ થાય છે. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલીવર (HUL) ની બજાર મૂડીમાં ઘટાડો નોંધાયો હતો.
4/5
બજાજ ફાઇનાન્સ: શુક્રવારે કંપનીનો શેર 8% થી વધુ ઊછળ્યો હતો અને તે સૌથી વધુ કમાણી કરનાર સ્ટોક રહ્યો હતો. ભારતી એરટેલ: માર્કેટ કેપ Rs 44,959.50 કરોડ વધીને Rs 12,30,005.63 કરોડ પર પહોંચ્યું. TCS: માર્કેટ વેલ્યુએશન Rs 40,414.03 કરોડ વધીને Rs 8,55,894.78 કરોડ થયું. રિલિઝન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL): માર્કેટ કેપ Rs 39,447.35 કરોડ વધીને Rs 17,69,108.79 કરોડ પર પહોંચ્યું. લાર્સન એન્ડ ટુબ્રો (L&T): માર્કેટ કેપિટલાઇઝેશન Rs 21,096.80 કરોડ વધીને Rs 5,41,844.69 કરોડ થયું.
5/5
રેલિગેર બ્રોકિંગ લિમિટેડના રિસર્ચ વાઇસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાના જણાવ્યા અનુસાર, માર્કેટમાં આ તેજી પાછળ 4 મુખ્ય પરિબળો જવાબદાર રહ્યા છે. કાચા તેલ (Crude Oil) ના ભાવમાં નરમ વલણ, વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિમાં સુધારો, નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1 FY27) ના ઉત્સાહજનક પરિણામો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ફરીથી કરવામાં આવેલી લેવાલી અને ખરીદી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ