બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાજસ્થાનમાં નકલી આર્મી યુનિફોર્મ રેકેટનો પર્દાફાશ: આર્મી અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં નકલી કોમ્બેટ કાપડ જપ્ત !

નેશનલ / રાજસ્થાનમાં નકલી આર્મી યુનિફોર્મ રેકેટનો પર્દાફાશ: આર્મી અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં નકલી કોમ્બેટ કાપડ જપ્ત !

Published By: Pravin Joshi

Last Updated: 11:40 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેના અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાંથી નકલી આર્મી કોમ્બેટ યુનિફોર્મનું કાપડ સપ્લાય કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.

ભારતીય સેના (Indian Army) અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં આર્મીના નકલી કોમ્બેટ યુનિફોર્મના કાપડનો સપ્લાય કરતા એક ગેરકાયદે રેકેટનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહી દરમિયાન જિલ્લાના અલગ-અલગ બજારોની દુકાનોમાંથી આશરે 1000 મીટર જેટલું સેનાની નવી ડિઝાઈન પેટર્ન ધરાવતું નકલી કોમ્બેટ કાપડ જપ્ત કરવામાં આવ્યું છે.

ગુપ્ત તપાસ અને રેકેટનો ખુલાસો

આ કાર્યવાહી જૂન માસમાં બરેલીમાંથી નકલી આર્મી કોમ્બેટ કાપડ જપ્ત થયા બાદ શરૂ થયેલી તપાસનો એક ભાગ છે. બરેલી કેસની તપાસ દરમિયાન આ કાપડના ઉત્પાદન અને સપ્લાયના તાર શ્રીગંગાનગર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાની ઈન્ટેલિજન્સ યુનિટે શ્રીગંગાનગરમાં અત્યંત ગુપ્ત તપાસ હાથ ધરી હતી. તપાસમાં એક સ્થાનિક ફર્મની ભૂમિકા સામે આવી હતી, જેના પર શ્રીગંગાનગર શહેર ઉપરાંત લાલગઢ જટ્ટાન, સુરતગઢ અને આસપાસના બજારોની દુકાનો સુધી નકલી આર્મી પેટર્નનું કોમ્બેટ કાપડ પહોંચાડવાનો આરોપ છે.

didha - 2026-08-01T234025.274

આર્મી અને રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન

સેનાએ પોતાની વચગાળાની તપાસ રિપોર્ટ જુલાઈ મહિનામાં રાજસ્થાન પોલીસને સોંપી હતી. આ રિપોર્ટના આધારે 30 જુલાઈના રોજ સેનાની સુરક્ષા ટીમો અને રાજસ્થાન પોલીસે સંયુક્ત અભિયાન ચલાવીને જિલ્લાની કેટલીય દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

વધુ વાંચો : 'પહેલા એરપોર્ટના નામ એક જ પરિવાર પર રખાતાં, અમારી સરકારે પરંપરા બદલી- PM મોદી

સેનાનો કડક સંદેશ: ગંભીર ગુનો અને સુરક્ષા જોખમ

સેનાના જણાવ્યા અનુસાર, મિલિટરી પેટર્નવાળા કોમ્બેટ કાપડને અધિકૃત પરવાનગી વગર રાખવું, વેચવું કે ઉપયોગ કરવો એ કાયદાકીય રીતે ગુનો છે. આવા કાપડનો ગેરઉપયોગ દેશની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરી શકે છે, કારણ કે તેના દ્વારા કોઈ અસામાજિક કે શંકાસ્પદ તત્વ પોતાને સશસ્ત્ર દળોનો જવાન દર્શાવીને ઓળખનો દુરુપયોગ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndianArmy RajasthanPolice FakeArmyUniform

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ