બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મંગળનું મિથુન રાશીમાં ગોચર: કુંભ અને સિંહ સહિત આ 4 રાશીઓના શરુ થશે 'અચ્છે દિન'

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / મંગળનું મિથુન રાશીમાં ગોચર: કુંભ અને સિંહ સહિત આ 4 રાશીઓના શરુ થશે 'અચ્છે દિન'

Last Updated: 11:48 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રમાં સાહસ, પરાક્રમ અને ઉર્જાના કારક ગ્રહ મંગળનું રાશી પરિવર્તન થવા જઈ રહ્યું છે. 2 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 11 વાગ્યે મંગળ ગ્રહ મિથુન રાશીમાં પ્રવેશ કરશે અને 18 સપ્ટેમ્બર સુધી આ જ રાશીમાં રહેશે.

1/5

photoStories-logo

1. મંગળનું મિથુન રાશીમાં ગોચર: કુંભ અને સિંહ સહિત આ 4 રાશીઓના શરુ થશે 'અચ્છે દિન'

વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ ગ્રહનું રાશી પરિવર્તન થવા જઈ રહ્યું છે. 2 ઓગસ્ટ એટલે કે કાલે રાત્રે આશરે 11 વાગ્યે મંગળ ગ્રહ મિથુન રાશીમાં પ્રવેશ કરશે. મંગળ આ રાશીમાં 18 સપ્ટેમ્બર સુધી વિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને સાહસ, પરાક્રમ, શક્તિ અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. મિથુન રાશીમાં મંગળનું આ ગોચર ખાસ કરીને 4 રાશીઓના જાતકો માટે ધન-સંપત્તિ અને પ્રગતિના દરવાજા ખોલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

મેષ રાશીના જાતકો માટે આ સમયગાળો ખુબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને લાંબા સમયથી પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટની રાહ જોઈ રહેલા લોકોની રાહનો અંત આવી શકે છે. કારોબારમાં નવી તકો પ્રાપ્ત થશે. આવકમાં વધારાના સ્પષ્ટ સંકેતો છે. નવો વ્યાપાર શરૂ કરનારાઓને મોટો લાભ મળશે. પરિવારનો પૂરો સહયોગ મળશે, જોકે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવાની સલાહ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સિંહ

સિંહ રાશીના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં મોટો ફાયદો મળી શકે છે. ઓફિસમાં તમારા કામના વખાણ થશે અને ઉચ્ચ અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળશે. વ્યાપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે તથા નવા ગ્રાહકો જોડાશે. આવકમાં વધારો થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેવાનો છે, અભ્યાસમાં એકાગ્રતા વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તુલા

તુલા રાશીના લોકો માટે મંગળનું આ પરિવર્તન ભાગ્યોદય કરનારું સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને ઉત્તમ તકો સાંપડશે. વ્યવસાય વિસ્તારવાની યોજના સફળ થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. જૂના વાદ-વિવાદોનો અંત આવશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કુંભ

કુંભ રાશીના જાતકોને પોતાની મહેનતનું યોગ્ય અને ઉત્તમ ફળ મળશે. નોકરી અને કારોબારમાં સફળતા મળવાના યોગ છે. જૂના રોકાણમાંથી મોટો લાભ થઈ શકે છે. વિદેશ યાત્રા કરવાનું સપનું પૂરું થઈ શકે છે. દાંપત્ય જીવન મધુર રહેશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબર મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

MangalGochar2026 MarsTransit Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ